Vijya Graphics
Books and brochures layouts, Translation, Proof Reading, Editing - English, Gujarati, Hindi, Sanskrit
REQUIRED
GRAPHICS DESIGNER
- Honey park road, Adajan Surat
- Freshers can apply
- Call for walkin
098795 75905
25/12/2025
બાળવાર્તાનું એક મનોરંજક અને સુંદર પુસ્તક, હમણાંથી જે ચર્ચામાં છે.... https://wa.me/p/25927088776926407/919879575905 📚👍💖
Appu, Killu ne Siggi (Children Stories) from વિજ્યા ગ્રાફિક્સ ઍન્ડ પબ્લિકેશન on WhatsApp. અહીં સમાવિષ્ટ વાર્તાઓનાં શીર્ષક જ બાળકોને આકર્ષે એવાં છે. ‘ચણાભાઈને ઊગી મૂછ’ કે ‘ખિસકોલીની ખીચડી’ કે પછી ‘બગલાભાઈનો બગલથેલો’ જેવાં વાર્તાઓનાં નામમાં ભાષાની કરામત છે. બાળકોને કંઈક સરપ્રાઇઝ જેવું લાગે એવું તત્ત્વ પણ છે અને બાળકોનાં પ્રિય પશુપંખીઓનાં પાત્રો પણ છે. પારુલબહેનની મોટાભાગની વાર્તાઓ પશુપંખીઓનાં પાત્રોની આસપાસ ગુંથાઈ છે. એમાં બાળકોને મજા પડે તેવી રમતિયાળ ઘટનાઓ પણ છે. · ₹160.00 (was ₹200.00)
17/05/2025
only for may
17/04/2025
16/10/2024
કવિતામાં છંદ અને ગણિતનો સબંધ
આ વિષય ખૂબ ઊંડો અને અઘરો છે માટે આપણે તેના પર સારસદૃષ્ટિ ફેરવી જઈશું.
છંદશાસ્ત્રના પ્રણેતા અને રચયિતા મહર્ષિ પિંગળ મુનિ હતા. વૈદિક ગણિત માં binary numbers દ્વિસંગી સંખ્યાના પ્રણેતા પણ મહર્ષિ પિંગળ મુનિ હતા.
સ્વર, વ્યંજન અને તેના ઉચ્ચારણની લંબાઈ કે માત્રાની સુક્ષ્મતામાં જઈ પિંગળમુનિએ સ્વર અને સંખ્યા વચ્ચે સંબંધ સ્થાપ્યો. મૂળ તો સંસ્કૃતભાષામાં આ શાસ્ત્રોમાં જ્ઞાન આપ્યું પણ હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓની જનેતા સંસ્કૃત હોવાથી આ પિંગળશાસ્ત્ર અન્ય ભાષીઓએ પોતાની બોલી પ્રમાણે સ્વીકાર્યું. અહીં ગુજરાતી ભાષાની સાપેક્ષમાં આપણે તેના પર દૃષ્ટિ ફેરવશું.
જે સ્વરનો ઉચ્ચારણ ટૂંકો હોય, જેમકે અ, ઇ, ઉ ને હ્રસ્વ અથવા લઘુ સ્વર કહેવાય. તેને ૧ માત્રાનું વજન ગણવામાં આવે છે.
જે સ્વરનો ઉચ્ચારણ લાંબો હોય, જેમકે આ, ઈ, ઊ, ઐ, ઓ તેને દીર્ઘ અથવા ગુરુ સ્વર કહેવાય. તેને ૨ માત્રાનું વજન ગણવામાં આવે છે.
સ્વરના ઉચ્ચારણના આ લાંબા અને ટૂંકા ધ્વનિ આપણા કાનને અથડાય છે તેની length લંબાઈને આધારે મુનિ તેને સંખ્યા આપે છે. ટૂંકા-હ્રસ્વ સ્વરો ને 1 અને લાંબા-દીર્ઘ સ્વરોને 2 ક્રમાંક આપે છે. આ લઘુ-ગુરુ સ્વરોથી સર્જાતા ધ્વનિ, તેના અલગ અલગ વૈવિધ્ય અને સંયોજન (permutations and combinations) થી સર્જાતા લયને એક ચોક્કસ બંધારણ (formula) આપે છે જેને છંદ કહેવાય છે.
- A binary star is a system in which two stars revolve around each other દ્વિગુણી એવી અંકપધ્ધતિ છે જેમાં બે અંકો એકબીજાની આસપાસ ફરે છે.
- The binary number system has two as its base, માટે લઘુ અને ગુરુ અક્ષરને 1 અને 2 માત્રાનું વજન આપવામાં આવે છે .
‘ગુરુ’ એ જગતનું સૌથી ઉચ્ચ વ્યક્તિત્વ છે, છતાંય ગુરુ શબ્દ બે લઘુ અક્ષરમાંથી બન્યો છે કારણ શ્રી ગુરુ આપણને લઘુ બનવાની કળા શીખવે છે.
ગુજરાતી ભાષા તો એટલી સમૃદ્ધ છે કે ઇ અને ઈ સ્વરોને પણ નામ છે, જેને અજ્જુ કહેવાય છે અને ઉ અને ઊ સ્વરોને વરડુ કહેવાય છે. વાચકો ને ખ્યાલ આવે કે આપણે જે ગુજરાતી બોલીએ છીએ એ ટપોરી ગુજરાતી છે (જેમ મુંબઈ ની ટપોરી બોલિવૂડ હિન્દી હોય તેમ). સ્વર અને ધ્વનિનું આપણે બોલતી વખતે ધ્યાન રાખતા નથી. ક્યાંક લઘુ ઉચ્ચારોને ગુરુ તો ક્યાંક ગુરુ ઉચ્ચારોને લઘુની જેમ બોલતાં રહીએ છે.
સંતો પરમ જાગૃત હોય છે. તેઓ આ વિજ્ઞાન સમજ્યા છે માટે જ તેઓ આ સૂક્ષ્મતા પકડી શક્યા છે અને છંદબદ્ધ કાવ્ય રચી શકે છે.
(‘વદે રાયચંદ’ પુસ્તકમાંથી)
કુલ પાનાં પાનાં: ૨૪૪ (કલર બુક)
લે. રાજીવ કોઠારી
કિંમત રૂ ૩૦૦ (કુરિયર સહિત)
પ્રાપ્તિસ્થાન: વિજ્યા પબ્લિકેશન, સુરત : ૯૮૭૯૫૭૫૯૦૫
14/10/2024
We are happy to announce a special offer for Gujarati poets and writers.... Just make an inquiry call or WP message and avail the offer....
07/10/2024
તમામ પુસ્તકો પાકાં પૂંઠાનાં છે. કુરિયર ચાર્જ આપવાનો નથી. ઓર્ડર આપવા માટે ફોન કરો : ૯૮૭૯૫૭૫૯૦૫
28/09/2024
સાચો સમાજસેવી આને કહેવાય. સારું કામ કરવા માટે બહાનું બતાવનારાઓએ શીખવા જેવું છે...
12/09/2024
કાલે મારા મિત્ર સાથે એક ચોંકાવનારી ઘટના બની. સૌએ ધ્યાન રાખવાની જરૂર છે...
મારો મિત્ર રાકેશ છે. તેનો એક નાનો ભાઈ આદિત્ય ધોરણ ૭માં અભ્યાસ કરે છે. (નામ બદલ્યું છે).
રાકેશના પપ્પાને સવારે પોલીસ સ્ટેશનમાંથી વિડીઓકૉલ આવ્યો કે તમારા દીકરા આદિત્ય સહિત કુલ ૪ બાળકો પર રેપ કેસનો આરોપ છે. વિડીઓકૉલમાં પોલીસ હતી, જે પોલીસવેનમાં હતી. વિડીઓકૉલ પર જણાવ્યું કે, તમારો દીકરો આદિત્ય અમારી સાથે છે. તેને અમે પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છીએ. વિડીઓકૉલ પર આદિત્યના પપ્પાએ આદિત્ય સાથે વાત કરી. તેને જોયો. તેમને વિડીઓકૉલ અને આદિત્ય સાથે વાત કરવાથી ખાતરી થઈ કે આદિત્ય પોલીસ સાથે જ છે. પોલીસે જણાવ્યું કે આદિત્ય મુખ્ય આરોપી નથી, આથી બહાર સેટલમેન્ટ શક્ય છે. જો તમે ૫૦,૦૦૦ રૂપિયા મોકલશો તો દીકરાને તમે લઈ જઈ શકો, નહીતો જો અમે આદિત્યને લઈને પોલીસ સ્ટેશન પહોંચી જઈશું તો FIR થશે અને કેસ લાંબો ચાલશે. રેપ કેસમાંથી એ કદી છૂટશે નહીં.
૫૦ વર્ષના પિતા, જેણે પોતાના દીકરાનો કરૂણ અવાજ વિડીઓકૉલ પર સાંભળ્યો હોય અને દીકરાને જોયો હોય તેમને બિલકુલ અંદાઝ નહતો કે તે સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે.
રાકેશની બહેન તાત્કાલિક આદિત્યની શ્લાએ પહોંચી તો હકીકતમાં તે સ્કૂલમાં સુરક્ષિત હતો.
AI આપનો અવાજ, આપનો હાવભાવ નકલ કરી શકશે તે સાંભળ્યું હતું, પરંતુ તેનાથી આ રીતે ફ્રોડ થઈ શકે તે પહેલીવાર જોયું અને અનુભવ્યું.
અત્યાર સુધી આપણને કોઈ ફોન આવતો તો આપણે એવું કહેતા કે મારા દીકરા સાથે ફોન પર વાત કરાવો, હવે વિડીઓકૉલ પર આપણા જ દીકરા સાથે વાત કરાવીને પણ આ રીતે ફ્રોડ શક્ય છે.
મિત્રો,
આવા કેશમાં ખાસ એ ધ્યાન રાખવું કે કોઈપણ પ્રકારના ફોન આવે તો પહેલાં રૂબરૂ મળવાની જ વાત કરાવી, પણ જો કોઈપણ રીતે લલચાવી ધમકાવીને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે તો એ ૧૦૦ ટકા ફ્રોડ જ હોય છે એમ સમજીને ગભરાયા વગર, શાંત ચિત્તે પરિસ્થિતિને સંભાળવી.
== ઉપરોક્ત લખાણ મારા દીકરાએ લખેલ છે. અહીં મેં પોસ્ટ કર્યું છે. == મંથન ડીસાકર (સુરત)
09/09/2024
Best seller book for Gazals।।।।
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Surat
395009
Opening Hours
| Monday | 7am - 10pm |
| Tuesday | 7am - 10pm |
| Wednesday | 7am - 10pm |
| Thursday | 7am - 10pm |
| Friday | 7am - 10pm |
| Saturday | 7am - 5pm |
| Sunday | 7am - 12pm |