modasamedia
#modasamedia
મોડાસા નજીક આવેલા શીનાવાડ જળાશય (તળાવ) નો વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં વિઝિટ કરી રહ્યા છે. લોકો પાણીમાં અંદર જઈને જોખમી રીતે વિડીયો, ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને અરવલ્લી SP કચેરી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
સ્થાનિક ઇન્ફ્લુએન્સરે વિડીયો જારી કરીને લોકોને અપીલ કરી છે કે SP સાહેબની સૂચના મુજબ જળાશય કે તળાવના અંદરના ભાગે જઈને સેલ્ફી કે વિડીયો બનાવવાની સખત મનાઈ છે. જો કોઈ પણ વ્યક્તિ આવી જોખમી પ્રવૃત્તિ કરશે અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કરશે, તો સાયબર ક્રાઇમ અને LCB વિભાગ દ્વારા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને સુરક્ષિત અંતરે રહીને પ્રકૃતિની મજા માણવા વિનંતી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામ પાસે અરાવલ્લી LCB (Local Crime Branch) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB પોલીસની ટીમને જોઈને શંકાસ્પદ કારના ચાલકે ગાડી ભગાવી દીધી હતી, જેનો પોલીસે પીછો કરીને કારને આંતરી લીધી હતી.
કારની તલાશી લેતાં તેમાંથી ₹2.90 લાખ ની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો (બોટલો અને કેન) મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ગાડી (મારુતિ સુઝુકી ડિઝાયર - GJ-27-TF-6623) જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસા માલપુર રોડથી રામપાર્ક તરફના રસ્તે તંત્રની ઘોર બેદરકારી! સામાન્ય વરસાદમાં જળબંબાકાર થતાં વૃદ્ધ લપસી પડ્યા, ઈજા પહોંચી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલપુર રોડથી રામપાર્ક તરફ જતા માર્ગ પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. થોડા જ વરસાદમાં અહીં પાણી ભરાઈ જવાની કાયમી સમસ્યા સર્જાય છે. આજે પાણીના ખાબોચિયામાંથી પસાર થઈ રહેલા એક ઉંમરલાયક કાકા અચાનક લપસી પડતાં નીચે પટકાતા તેમને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ નિદ્રાધીન તંત્રના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ ઉઠી છે.
#
મોડાસા મીડિયા
પિતાનો હાથ માથા પરથી ઊઠી ગયો, પણ આંખોમાં ઇન્સાફની આશ છે!"
પીડિત પરિવારે પોલીસ તંત્ર અને DySP દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો. આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડની ખાતરી અપાતાં માસૂમ બાળકોના પિતાની અંતિમયાત્રા કાઢવામાં આવી. જુઓ પૂરો વિડિયો અને જાણો શું છે આખી ઘટના... 👇
મોડાસા મીડિયા
મોડાસા:
મોડાસા શહેરમાં રખડતા ઢોર અને ગાયોનો પ્રશ્ન હવે અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગયો છે. માલપુર રોડ, મેઘરજ રોડ, હજીરા વિસ્તાર, સહયોગ ચોકડી, બાયપાસ તેમજ ટાઉન હોલ સામેના મુખ્ય માર્ગો પર દરરોજ ગાયોના ઝૂંડ રસ્તાની વચ્ચે જ જમા થઈને બેસી રહે છે. જેના કારણે વાહનચાલકો માટે સતત અકસ્માતનો ડર ભમરાઈ રહ્યો છે.
વિશેષ કરીને રાત્રિના સમયે અને ચોમાસાની વર્તમાન ઋતુ દરમિયાન, જ્યારે વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઓછી હોય છે, ત્યારે રસ્તા વચ્ચે બેઠેલા પશુઓ અચાનક સામે આવી જતાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો માટે સ્થિતિ અતિશય જીવલેણ સાબિત થઈ રહી છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ મુખ્ય માર્ગો પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. આમ છતાં, મોડાસા નગરપાલિકા અને જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરીને કુંભકર્ણની નિંદ્રામાં સોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિકોના અણીયારા સવાલો:
શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે કે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તે પછી �
મોડાસા:
મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સર્વોદય નગર (થોરીવાસ અને ડુંગરી સામે, વોર્ડ નં. ૩) ના રહીશો હાલ ભારે ગંદકી અને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
સ્થાનિક રહીશો દ્વારા વિડિયો વાયરલ કરીને નગરપાલિકા તંત્ર અને વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મુખ્ય સમસ્યાઓ અને પરિસ્થિતિ:
કાદવ અને છાણના ઢગલા: સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ, પશુઓનું છાણ અને ગંદા પાણીનો નિકાલ ન હોવાના કારણે ચાલી શકાય તેવી પણ જગ્યા રહી નથી.
રોગચાળાનો ભય: સતત દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે આસપાસના રહીશો અને બાળકોમાં ગંભીર રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.
અધૂરું સફાઈ કામ: નગરપાલિકાની ટીમ દ્વારા થોડીક જગ્યાએ સફાઈ કરીને બાકીના સમગ્ર વિસ્તારમાં કાદવ અને કચરાનો ઢગલો એમ જ છોડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
રહીશોની અપીલ:
સ્થાનિક લોકોએ વોર્ડ નં. ૩ ના તમામ ૪ કોર્પોરેટરો (જેમ કે ગફૂરભાઈ રબારી વગેરે) અને મોડાસા નગરપાલિ
Category
Address
Modasa
Modasa
383315
Alerts
Be the first to know and let us send you an email when modasamedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.