Modasa Samast Muslim Ghanchi Samaj

Modasa Samast Muslim Ghanchi Samaj

Share

We are an NGO working for skill development and empower the society.

Photos from Modasa Samast Muslim Ghanchi Samaj's post 23/04/2026

*HSC અને SSC ના વિધાર્થીઓ માટે પરીક્ષા પછી વેકેશન સમય નો સદુપયોગ કરી રોજગાર લક્ષી કોર્ષ કરવા નો અમૂલ્ય અવસર.*
*મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આગામી માર્ચ થી આઈ.ટી. ક્ષેત્ર ના નીચે મુજબના ઓન લાઇન કોર્ષ ફક્ત ₹2250/જેવી નજીવી ફી લઈ શરૂ કરવામાં આવી રહ્યા છે. જો તમે તમારા વેકેશન સમય નો સદુપયોગ કરી આત્મનિર્ભર બનવા માંગતાં હોવ તો આજે જ નીચે ની લિંક પર ક્લિક કરી રજીસ્ટેશન કરાવો*
*નોંધ: જે સ્ટુડન્ટ્સ પાસે કોમ્પ્યુટર ન હોય તે અમારા સેન્ટર પર આવી કોર્ષ જોઇન કરી શકે છે.*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdWppLA_BG26h97pKIsppBKxQg_RESF_lrVCP_qlElCUsyl0w/viewform?usp=header

28/02/2026
23/02/2026

🛑*અપીલ*🛑
*આપ જાણો છો કે *મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ* છેલ્લા 10 વર્ષ થી તાલીમ અને રોજગાર ક્ષેત્રે કાર્ય કરે છે, જેમાં મહિલાઓ તેમજ અધવચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ યુવા,યુવતીઓને રોજગાર લક્ષી તાલીમ આપી તેમને રોજગાર પ્રાપ્તિ માં સહયોગ તેમજ સ્વરોજગાર પ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે, મોડાસા મુસ્લિમ સમાજ માં આ ક્ષેત્રે કાર્ય કરતી એક માત્ર સંસ્થા છે, સંસ્થા પાસે પોતાનું મકાન કે આવક ના કોઈ સંસાધન નથી, સંસ્થા સમાજ ના સદગૃહસ્થો તરફ થી મળતા દાન પર નિર્ભર છે, છેલ્લા બે વર્ષ થી સંસ્થા આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરી રહી છે, તેમ છતાં સંસ્થા પોતાનું કાર્ય અવિરત કરી રહી છે, આ સાથે સંસ્થા ની પ્રવૃત્તિઓ ની વિગત સામેલ છે, સંસ્થા સતત કાર્ય કરતી રહે તે માટે આપ સૌ નો સહયોગ અનિવાર્ય છે માટે પવિત્ર રમઝાન માસ માં સંસ્થા ને આપ તરફથી સહકાર ની અપેક્ષા સહ આ મેસેજ આપને મોકલી રહ્યો છું, આશા રાખું છું કે આપની તરફ થી યોગ્ય પ્રતિસાદ મળી રહેશે.
*આ સાથે ના પોસ્ટર માં સંસ્થા ની બેંક ડિટેલ સામેલ છે આપ આપનો ફાળો સંસ્થા ના બેંક ખાતા માં સીધો જમા કરાવી શકો છો* .
સુલેમાન ખાનજી
પ્રમુખ
મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ
Mo. 8153800879

Photos from Modasa Samast Muslim Ghanchi Samaj's post 22/02/2026

*અસ્સલામુ અલયકુમ*
*મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ છેલ્લા 10 વર્ષ થી રોજગાર અને તાલીમ ક્ષેત્રે સતત કામ કરતી મોડાસા ના મુસ્લિમ સમાજ ની એક માત્ર સંસ્થા છે. સંસ્થા પાસે પોતાના આવકના કોઈ સંસાધન નથી, સંસ્થા સમાજના સખી દાતાઓ તરફથી મળતા દાન અને સરકારી સ્કીમ થી મળતી આવક ઉપર નિર્ભર છે, છેલ્લા બે વર્ષ થી સરકારની પોલિસી બદલાવવા ને કારણે કોઈ સ્કીમ ની આવક થઈ નથી, તેમજ સમાજના સખી દાતાઓ તરફ થી પણ કોઈ કારણ સર મળતા દાન માં સતત ઘટાડા ને કારણે સંસ્થા સતત આર્થિક ભીડ નો સામનો કરી રહી છે , છેલ્લા બે વર્ષ થી સંસ્થા સમાજ ના સદગૃહસ્થો પાસે થી લોન લઈને ચાલે છે, આપ જાણો છો આજના સમય માં જ્યારે સરકારી અને કોર્પોરેટ સેક્ટર માં નોકરીઓ ની અછત છે ત્યારે સ્વરોજગાર માટે તાલીમ અને પ્રયત્નો ખૂબ જરૂરી છે, નાણાંકીય ભીડ ને કારણે છેલ્લા વર્ષ માં સંસ્થા ની પ્રવૃત્તિઓ ને મર્યાદિત કરવી પડી છે, આર્થિક તંગી હોવા છતાં સંસ્થા પોતાના પ્રયત્નો કરી રહી છે જે નીચે ના રિપોર્ટ પ્રતિબાપ સમજી શકો છો. હવે આ સંસ્થા ને પ્રવૃત્તિમય રાખવી આપણા હાથ માં છે, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે રોજગાર અને તાલીમ ક્ષેત્રે કામ કરતી સમાજનીબા એક માત્ર સંસ્થાને આગામી રમઝાન માસ માં આપ યોગ્ય મદદ કરી સંસ્થા ની પ્રવૃત્તિઓ ને સતત ચાલુ રાખવા માં સહયોગી થશો .
સંસ્થા ને આર્થિક સહયોગ માટે બેંક ડિટેલ

1. BANK DETAILS :
Bank Name : BANK OF INDIA

Bank A/C Holder : MODASA SAMAST MUSLIM GHANCHI SAMAJ

A/C No : 240210110008483

IFSC CODE : BKID0002402

2.
Bank Name :
THE SARVODAY SAHKAARI BENK

Bank A/C Holder : MODASA SAMAST MUSLIM GHANCHI SAMAJ

A/C No : 803051002000942

IFSC CODE : GSCB0USSBLM

અથવા નીચે આપેલ QR કોડ થી આપ આપની મદદ સંસ્થા ના ખાતા માં સીધી જમા કરાવી શકો છો

Photos from Modasa Samast Muslim Ghanchi Samaj's post 23/11/2025

અમદાવાદ ખાતે સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજ ગુજરાત નાં તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ યોજાયો.

મુસ્લિમ સમાજ પોતાની શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ બનાવવાની શરુઆત કરે,બાબુભાઈ ટાઢા*
*મુસ્લિમ સમાજનો ઉત્થાન માત્ર શિક્ષણ અને શિક્ષણજ છે ત્યારે દિકરીઓ પોતાના શિક્ષણ સાથે ઈમાનની પણ હીફાઝત કરે. પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ.

ભારત દેશ આપણો છે અને આપણાને કોઈ અહીંથી ભગાડી નહીં શકે પરંતુ આપણે પણ સજાગ રહેવા એસ,આઈ આર માં જાગુંત બની કામગીરી કરવી પડશે,, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા.

સફળ થવું હોય તો લગાતાર પરીશ્રમ કરવું પડશે સ્રી શિક્ષણ નું વ્યાપ વઘ્યો છે ત્યારે આવનારી પેઢી માં સારા ભાવી પેદા કરી #આમીરઈદ્રીસી

સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજ નો અમદાવાદ એ પી જે અબ્દુલ કલામ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ભરના 700 જેટલા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહેમાનો હસ્તે સન્માનિત કરવામાં આવ્યા,ઘો‌રણ દશથી ડોક્ટર, ઈન્જીનિયર, વકીલ, પીએચડી, સહીત ઉચ્ચ અભ્યાસ હાફીઝો આલીમો અને સરકારી નોકરી મેળવનાર યુવાનોને સર્ટીફીકેટ મુમેન્ટ આપી સન્માનિત કર્યા હતા, આ પ્રસંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ , શિક્ષણ શેત્રે મોડાસા માં ક્રાંતી કરનાર બાબુભાઈ ટાઢા, કાર્યક્રમ ના અધ્યક્ષ આમીર ઈલ્યાસ સહીતના લોકો ઉપસ્થિત રહી વિઘાર્થીઓ અને વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગુત ક‌રી પ્રોત્સાહિત કર્યા હતા, આ પ્રસંગે મહાનુભાવો એ મુસ્લિમ સમાજના શિક્ષણ વિશે ચિંતન કરતાં તમામ જીલ્લામાં ઘાંચી સમાજની શાળાઓ અને શિક્ષણ સંકુલ ઉભા કરવા આહવાન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાલની મુસ્લિમ પરીસ્થીતી અને સમાજે સજાગ રહેવાની હાકલ સાથે શિક્ષણ જ ઉપાય છે તેમ જણાવી દિકરીના શિક્ષણ ની ઉપયોગીતા સાથે ઈમાનની હીફાઝતની પણ વાત કરી હતી, આ પ્રસંગે બાબુભાઈ ટાઢા એ મોડાસા ખાતે મુસ્લિમ સમાજની વિકાસમા કરેલ ક્રાંતી વિશે ઝીણાવટ કરી શાળા કોલેજો સ્થાપવા પ્રયાસ કરવા અપીલ કરી હતી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ શિક્ષણ સાથે મુસ્લિમ સમાજે એસ આઈ આર પ્રક્રીયા સહીત ની મુમેન્ટ માં જાગૃત બનવા અપીલ કરી હતી, આ કાર્યક્રમના અઘ્યક્ષ આમીર ઈદ્રીસીએ સફળ થવા માટે સતત પ્રયાસ ની જરુર સાથેવ મહત્વના મુદ્દાઓ પર ભાર મુકી પૈસા ની ઉણપને બદલે કોઈ મુસ્લિમ શિક્ષણ થી વાંચીત ના રહે તે માટે તેમની સંસ્થા પ્રયાસ કરે છે તેમ કહી શિક્ષણ નું યોગદાન અને સમાજને જરુરી સુચનો કર્યા હતા,
આ કાર્યક્રમના પ્રારંભે વંથલીના હાફીઝ જેઠવા સાહબ દ્રારા કુર્આન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી, નો ચિતાર સેક્રેટરી સલીમભાઇ આગોલીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન ઈદ્રીશ મુશા દ્રારા કરવામાં આવી હતી, આ કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર ઘાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ તવક્કલ ,ખજાનચી હારુન ભાઈ કોતલ, યાસીન ભાઈ આગવાન, ફીરોજ ચોટલીયા, અમીનભાઈ બીલખિયા, સહીત આગેવાનો સહીત ના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમમાં 34 મુસ્લિમ યુવક યુવતીઓ સરકારી નોકરી મેળવવા સફળ થયા છે તેઓને સન્માનીત કરાયા હતા.

15/10/2025

નવા વકફ સુધારા પ્રમાણે દરેક વકફ મિલ્કતોનું ઉમ્મીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે .
આને ધ્યાનમાં લઈને મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાચી સમાજ અને વહદતે ઇસ્લામી મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા માટે તા. 20/10/2025 થી umeed રજીસ્ટ્રેશન સેન્ટર તેમજ વકફ નોંધણી માટે વિના મુલ્યે માર્ગદર્શન કેન્દ્ર શરુ કરવામાં આવનાર છે . તો જિલ્લા ના તમામ વકફ મિલકતોના વહીવટદારો અને સંચાલકોએ અવશ્ય લાભ લેવા વિનંતી છે.
UMEED રજીસ્ટ્રેશન હેલ્પ સેન્ટર
સુફફાહ હોલ
ફૈઝાન કોમ્પ્લેક્સ , ઠક્કર પમ્પ સામે
કોલેજ રોડ , મોડાસા
સમય બપોરે 3.00 થી સાંજે 7.00 સુધી
મોં. 8153800879
નોંધ : મોડાસા બહારથી આવતા અગાઉ ફોન થી સંપર્ક કરવા વિનંતી છે

22/09/2025

આપ જાણો છો કે ગુજરાત ના મુસ્લિમ સમાજ માં ધોરણ 10 અને 12 પછી ડ્રોપઆઉટ ( અભ્યાસ છોડી દેવા ) વાળા વિદ્યાર્થીઓ ની સંખ્યા 70% જેવી છે , અધવચ્ચે થી અભ્યાસ છોડી દેવાવાળા વિદ્યાર્થીઓ ને રોજગારી મેળવવામાં ખુબ મુશ્કેલીઓ પડે છે આવા વિદ્યાર્થી ઓ પાસે કોઈ સ્કિલ હોય તો તો તેઓ આસાની થી સારો રોજગાર મેળવી શકે છે .
અને એ માટે મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા *"ઇલ્મ ફાઉન્ડેશન અહમદબાદ"* અને *"શાહીન ફાઉન્ડેશન અહમદબાદ* ના સહયોગ થી વિવિધ ઓનલાઇન કોર્ષ *ફક્ત ₹ 1750*/જેવી સામાન્ય ફી લઈને ચલાવવા માં આવે છે, જેથી કોઈપણ યુવાન આસાની થી તાલીમ લઈને રોજગાર પ્રાપ્ત કરી શકે, સાથે જ આ તમામ કોર્ષ ઓનલાઇન હોવાથી સમગ્ર ગુજરાત માથી કોઈપણ જોડાઈ શકે છે. આનો લાભ વધુ મા વધુ યુવાનો લે તેવા પ્રયત્નો કરી, સમાજ ને આર્થિક ઉન્નતિ તરફ લઈ જવા માટેના અમારા પ્રયત્નો માં સહભાગી બનવા આપ સૌને અમારી નમ્ર વિનંતી છે .
1 October 2025 થી નીચેના કોર્ષ ચાલુ થઈ રહ્યા છે, રસ ધરાવતા વિદ્યાર્થીઓ એ નીચે આપેલ લિંક ખોલી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા વિનંતિ છે.

*Courses & Timings*

🎨 Graphic Design →
11:00 AM to 12:15 PM

🗣️ Spoken English →
12:15 PM to 01:30 PM

💻 Web Development →
01:30 PM to 02:45 PM

📲 Digital Marketing →
02:45 PM to 04:00 PM

🎬 Video Editing & Reel Creation →
04:00 PM to 05:15 PM

🤖 AI & ChatGPT (2 Months) →
05:15 PM to 06:30 PM

*Contact & Address:*

*GS COMPUTER & SKILL CENTER*

1st floor, Sukun Complex , Dugharwada road, Modasa- Aravalli, Gujarat.
*No: 9499797028*

https://docs.google.com/forms/d/e/1FAIpQLScQYrK_I7sAkZE5CXbtMSB8apBm0GaSQSdUl75LDyLpArvY3w/viewform?usp=sf_link

06/09/2025

*IT ના ફાઇનલ વર્ષના સ્ટુડન્ટસ માટે અમેરિકન કંપની માં ઇન્ટરનશીપ મેળવવા માટેની સુવર્ણ તક*
*જો તમો IT માં ફાઇનલ વર્ષ માં અભ્યાસ કરતા હોવ તો તમારે માટે અમેરિકન કંપની મા ઇન્ટર્નશિપ મેળવી કારકિર્દી બનાવવાની આ સુવર્ણ તક છે*. *મર્યાદિત સંખ્યા લેવાની હોય આજે જ તમારું CV મોકલી આપો અથવા રૂબરૂ સંપર્ક કરો*.

*મોડાસા સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ*
*સૂકુંન કોમ્પ્લેક્સ, દુઘરવાડા રોડ મોડાસા*
*મો.9499797028*

Want your organization to be the top-listed Non Profit Organization in Modasa?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Sukun Complex , Dugharwada Road
Modasa
383315

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 9am - 5pm
Saturday 10am - 5pm