Mission Mangalam TAPI
National Rural Livelihood Mission
Working with Women
livelihood promotion
25/03/2026
આજ રોજ તાપી જિલ્લા કુકરમુંડા ખાતે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાલુકા પંચાયત કુકરમુંડાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી,બેન્ક ઓફ બરોડાના બેંક મેનેજર તેમજ તમામ સ્ટાફ અને સખી મંડળની ૩૨ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં કુલ ૦૫ લોન ડિસ્બર્સમેન્ટ થયું અને અંકે ૧૫.૦૦ લાખ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું. જેમાં વિવિધ જૂથોના બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા અને ૩ સેંકશન લેટર ફાળવવામાં આવ્યા.
24/03/2026
આજ રોજ તાપી જિલ્લા વાલોડ તાલુકાના કોસંબિયા ગામે સની ક્લસ્ટર સખી સંઘ (CLF)ની મીટીંગ કરવામાં આવી. જેમાં સની ક્લસ્ટર સખી સંઘ (CLF) ના પ્રમુખશ્રી નર્મદાબેન કીર્તિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા ઉપરાંત તાલુકા કક્ષાએથી ટીએલએમશ્રી,એપીએમ,સીસી અને સીએલએફ ના હોદેદારો હાજર રહયા.
15/03/2026
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સાહેબશ્રીના વરદ હસ્તે સોનગઢ ખાતે ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-તા. ૧૪-૧૫ માર્ચ બે દિવસનો આરંભ કરવામાં આવ્યો.મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિના વિવિધ વ્યંજનો સ્વ સહાય જૂથ ની બહેનો દ્વારા પીરસતા ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ’ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેમાં કુલ ૧૦ સ્ટોલ માથી ૫ ફૂડ સ્ટોલ અને ૫ સ્ટોલ વેચાણ માટે રાખવામાં આવ્યા હતા જેમાં જૂથો ની બહેનો ને અંદાજિત ૭૦-૭૫ હજાર રૂપિયા ની આવક થવા પામી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ, નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
13/03/2026
માન. નિયામકશ્રી દ્વારા દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU GKY) તાલીમ કેન્દ્ર,સોનગઢની મુલાકાત લેવામાં આવી અને તાલીમાર્થીઓને સ્વનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
09/03/2026
"₹5 લાખની કેશ ક્રેડિટ લોનથી અમે પોતપોતાના નાના ગૃહ ઉદ્યોગો કે પશુપાલન જેવા વ્યવસાયોને વધુ વેગ આપી શકીશું. આ લોનની મદદથી અમે મંડળની અન્ય જરૂરિયાતમંદ બહેનોને પણ અલગ-અલગ રીતે મદદરૂપ થઈશું..."
મિશન મંગલમ હેઠળ તાપીના નાલોઠા ખાતે 'પ્રગતિ સખી મંડળ'ને ₹5 લાખની કેશ ક્રેડિટ લોનનો ચેક અર્પણ કરાતા મંડળના પ્રમુખ શ્રી હેમલતાબેન ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો...
01/03/2026
વાલોડ તાલુકાના નાલોઠા ખાતે આદર્શ નિવાસી શાળા (મિશ્ર)ના મકાનનું ખાતમુહૂર્ત પ્રસંગે માન.કેબીનેટ કક્ષાના મંત્રીશ્રી શ્રીનરેશભાઈ પટેલ સાહેબશ્રી, માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી શ્રી.જયરામભાઇ ગામીત સાહેબશ્રી, માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીજાલમસિંહ વસાવા સાહેબશ્રી, માન.ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા સાહેબશ્રી, માન.તાલુકા પંચાયત વાલોડ પ્રમુખશ્રી વર્ષાબેન રાઠોડ, માન.સંગઠન પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી શ્રી સુરજભાઈ વસાવા સાહેબશ્રી અને માન.નિયામક સાહેબશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની ગરીમાય ઉપસ્થિતિ માં મિશન મંગલમ યોજનાના વાલોડ તાલુકાના પ્રગતિ સખી મંડળને રૂ.5 લાખ,સહેલી સખી મંડળને રૂ.5 લાખ અને જાગૃતિ સખી મંડળને રૂ.5 લાખ, આમ કુલ રૂ.15 લાખના કેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું.
25/02/2026
NRLM યોજના અંતર્ગત RESOURCE CELL (BIHAR-NRO) ના સહયોગ થી તાપી જિલ્લા ખાતે LOKOS TRANSCTION ટ્રેનીંગની શરૂઆત કરવામાં આવી.
25/02/2026
આજ રોજ એન આર એલ એમ યોજના અંતર્ગત સ્વ સહાય જૂથોની બહેનોના આર્થિક વિકાસ અને આજીવિકા ઊભી થઈ શકે તે હેતુથી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા અને ચીખલવાવ ગામે સંકલિત ખેતી ઘટક અંતર્ગત મહિલા કિશાનો ની તાલીમ બાયફ સંસ્થા દ્વારા કરવામાં આવી .
13/02/2026
તાપી જિલ્લા ખાતે આજરોજ માનનીય વિકાસ કમિશનર સાહેબશ્રી દ્વારા ડોલવણ તાલુકાના ગડત ગામે જાગૃતિ સખીમંડળ ની મુલાકાત કરવામાં આવી, જાગૃતિ સખી મંડળ ના પાંચ બહેનો વર્મી કંપોસ્ટ બનાવવાની તાલીમ મેળવી, મનરેગા અંતર્ગત એમને વર્મી કમ્પોસ્ટ બેડ બનાવી આપવામાં આવેલ છે.જેમાં પાંચ બહેનો વર્મી કમ્પોસ્ટ બનાવી વેચાણ કરીને આવક મેળવી રહ્યા છે, માન્ય કમિશનર સાહેબશ્રી દ્વારા જૂથના પ્રમુખ લીલાબેન સાથે સંવાદ કરી એમની આ કામગીરી બાબત માહિતી મેળવી અને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુલાકાત દરમિયાન માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તાપી અને માન.નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા પણ ઉપસ્થિત રહી બહેનોને આજીવિકા વધારવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
09/01/2026
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Jilla Seva Sadan Panvadi
Vyara
394650