DR.ritesh SHARMA-gynecologist,VAPI
MS GYNECOLOGY FROM SION HOSPITAL MUMBAI-2006. OBS,LAP.Gynecologist & Pelvic Sonologist Total year of experience in this field:- 15 years
He has done his MS Gynecology from prestigious "Sion Hospital Mumbai"-2006.He worked in "Sai Baba Super Speciality Hospital,Shirdi" for 3 Years.Before joining HRH he worked in USHA SHALBY HOSPITAL,VAPI for 6years,where he started Laparoscopic surgeries. He Trained in High risk pregnancies,Laparoscopy,Ultra-Sonography.Right now he has been working in HARIA L.G ROTARY HOSPITAL,VAPI since 5 Years.
07/08/2022
It gives us a great pleasure to announce that
our new hospital is coming soon.
You all are cordially invited to the
OPENING CEREMONY of our new HOSPITAL.
07/01/2022
અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા.
મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.
આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી. આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે પરંતું આ યુવતિનું નસિબ કંઇક જુદી રીતે જ લખાયુ હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.
ડોકટર અને નર્સની સેવા તો એકબાજુ રહી અહીંયા તો મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી. બાળકના જન્મ પછી માતાને ખુબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે આવી પરિથિતીમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. બાપના ઘર સુધી પહોંચતા એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતી કેવી હશે. પિતાના ઘરે પણ દિકરીને આવી ગંભીર હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડીભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલા થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.
પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.
સિંઘુતાઈ સપકાલે કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર એકાદ બે નહી પરંતું 1400થી વધુ બાળકોને મા બનીને સાચવ્યા છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. ભીખ માંગવાનું બંધ કરીને ભણવાની શરુઆત કરનાર આ બાળકો સમાજમાં આજે સન્માનનિય સ્થાને પહોંચ્યા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. સુન્ધુતાઇને ૨૦૦થી વધુ જમાઇ છે અને ૪૦થી વધુ પુત્રવધુઓ છે. એમની પોતાની દિકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિન્ધુતાઇએ એની દિકરીને પોતાનાથી દુર કરી જે દિકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની સંસ્થા ચલાવતા હતા.
આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળા પાથરીને પ્રભુના ઘરે જવા વિદાય લીધી છે. તાઈ આપણા સંઘર્ષ, સમર્પણ અને સેવાને કોટી કોટી વંદન.
~ શૈલેષભાઇ સગપરીયાની વોલ પરથી
06/01/2022
with my mentor dr.ritesh sharma sir
*🌹સત્ય ઘટના🌹*
આસ્થાના કોડીયે તેલ...
અમદાવાદમાં એક પરિવાર રહે. પતિ-પત્ની બંને ડોક્ટર. સુધાબેન ગાયનેકોલોજીસ્ટ. શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ સર્જન તરીકેની હતી. એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી.
એક રાતના ડૉ. સુધા ઘેર આવ્યા ને કામકાજ આટોપી સુતા. દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.
રાત્રે 12:00 વાગે મોબાઇલ રણકયો ને એ જાગ્યા. આંખ ઊઘડતી નો'તી તો'ય નંબર જોયો, તો પોતાના નર્સિંગ હોમનો હતો. "ડૉ. મેડમ આપ જલ્દી આવો. એક દર્દીને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે. મોડું ના કરતા."
સુધાબેન ઊઠ્યા. ઘરમાં આજે પતિ પણ ન હતા. ઘોડીયામાં સૂતેલી દિકરીને જોઈ એકવાર થયું કે હું જઈશ ને આ જાગશે તો એને દૂધ કોણ પીવડાવશે? ન જવું તો શું બગડી જવાનું છે?? પણ.... પાછો તુરંત પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો ને ડૉક્ટરે તુરંત એક બોટલ દૂઘ ભરીને ઘોડીયામાં મૂકી દીધી. પણ..માતૃત્વ પગને ઉપડવા નો'તા દેતા ત્યાં જ ફરી ફોન આવ્યો, 'જલ્દી આવો. દર્દીની સ્થિતિ ગંભીર છે મેડમ.'
સુધાબેને એકવાર દિકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી.
નર્સિંગ હોમમાં આવીને જોયું તો બાઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બીજી જ મિનિટે સુધાબેનનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને.. ત્રણેક કલાકના સફળ ઓપરેશને બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી.
બાઈનો પીડામાંથી છૂટકારો થયો ને સ્વજનોએ ઉભરાતી આંખે ગળગળા સાદે સુધાબેનનો ખૂબખૂબ આભાર માન્યો, "અમારી પુત્રવધૂ ને પૌત્રીના જીવનદાતા ડોક્ટર મેડમ! ભગવાન તમારું ભલું કરશે."
ડૉક્ટરે સ્મિત કરીને નર્સને બોલાવીને આપી જરુરી સૂચના આપી, ગાડી ઝડપ થી ઘર તરફ દોડાવી. ગાડી કરતાં પહેલા એમનું દિલ દિકરી પાસે દોડી ગયું હતું.
સુધાબેન બંગલે આવી સીધા જ ઘોડીયા પાસે દોડી ગયા. ઘોડીયામાં બાળકી નિરાંતે પોઢી હતી. સુધાબેનનો જીવ હેઠો બેઠો.
પણ ત્યાં જ જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી, કપડા વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી. એક પોટલું બાંધેલુ પડ્યું હતું. ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું, તો એ દાગીનાની પોટલી હતી.
સુધાબેન હેબતાઈ ગયા. ગભરાતા પગલે એ સૂતેલી દિકરી પાસે દોડ્યા. એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો.
ત્યાં જ સુધાબેનની નજર દૂધની બોટલ પર પડી. દૂધ ઘણુંખરું ખાલી હતું. સુધાબેનને થયું, "આ શું? ચોર ચોરી કરવા આવ્યો ને કશું જ લીધા વગર ચાલ્યો ગયો!!" ત્યાં જ દિકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ. ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી. એમાં બે-પાંચ વાક્યો લખેલા હતા, "હું આવ્યો'તો ચોરી કરવા પણ..ઘોડીયામાં સૂતેલી ઢીંગલી રડતી હતી એટલે મેં બોટલમાંથી દૂધ પીવડાવ્યું. દાગીના ને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દિકરીની યાદ આવી ને મારા મને કહ્યું, અરે અભાગ્યા જીવ, આ જીવતી દિકરીને દૂધ પીવડાવ્યું પછી હવે દિકરીને ઘેર ચોરી કરાય? ને મારું મગજ સુન્ન થઈ ગયું ને હું ચોરી ના કરી શક્યો. બસ! દિકરીને મારા વતી વહાલ કરજો."
ને.. આટલું વાંચતા તો સુધાબેનની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. થોડીકવાર સુધી શહેરના પ્રખ્યાત સ્ત્રી-તજજ્ઞ ડોક્ટર સુધાબેન સ્તબ્ધ થઇ ગયા ને પોતાની જગ્યાએથી હલી જ ન શક્યા. એમણે ઉભરાતી આંખે, બે હાથે, ઘોડીયા પાસે જઈ દિકરીને ઊંચકી ને બોલ્યા, "પ્રભુ! કો'કની દિકરીને મેં અડધી રાતે બચાવી, તો તમે ચડતી સવારે મારી દિકરીને બચાવી લીધી! પ્રભુ! એકવાર તો મારા મનમાં નર્સિંગ હોમ જવાની રાત્રે તડજોડ થઈ છતાં અડધી રાતે દોડીને ઓપરેશન કર્યું ને મા-દિકરીને બચાવ્યા. ને એ જ સમયે મારા ઘરમાં ચોરી???, પણ.. God is Great! પ્રભુ! તમે મહાન છો. મેં તો કોઈકની દિકરીને બચાવી પણ પ્રભુ! તમે તો મારું ધન ને દિકરીનું જીવન ને આખું ઘર બચાવ્યું. પ્રભુ! તમે તો વ્યાજ સાથે બદલો આપો છો!"
ને.. સુધાબેન ભાવાવેશમાં ઇશ્વરના ફોટા સામે, કર જોડી ઘૂંટણીયે પડી ગયા, "તારી દયાનો નહિ પાર, તે તો વિસાર્યા મારા દોષને!!"
*કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ના પડીએ, યાદ રહે, ભલું કરનારનું ભલું થાય જ!*👏👌
-અજ્ઞાત ( પ્રાપ્તિસ્થાન વોટ્સએપ)
09/04/2021
please staysafe .
08/04/2021
INJECTION REMDESIVIR will be available through this process.
kindly forward to needy one!
laparoscopic hysterectomy performed for rare case of uterus didelphys.
(જન્મજાત બે ગર્ભકોથળી હોવુ,મેડીકલી ભાષા મા યુટ્રસ ડીડેલફીસ,જવલ્લેજ જોવા મળતો કેસ,એને કુદરત ની કરામત કહો કે પછી અદ્વીતીય સંરચના🙏)
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Website
Address
Vapi
396195