Surat Updates

Surat Updates

Share

The Awareness Page Base On Surat Update @Whatsapp
We are More than 500 Active Members In The Group.

સુરત અપડેટ ગ્રુપ એક સામાજિક અને જનજાગૃતિ માટેનું બિનરાજકીય એકટિવ ટીમવર્ક ગ્રુપ છે, ગ્રુપમાં વિષય અતિરિક્ત બીજું કાંઈપણ પોસ્ટ ના કરતા ફક્ત અપડેટ્સ અને દરેકને ઉપયોગી માહિતી મુકવી. Facebook: https://www.facebook.com/TeamSuratUpdate

Instagram: http://instagram.com/teamsuratupdate

YouTube: https://youtube.com/@SuratUpdate

Twitter: https://twitter.com/SuratUpdate

Telegram: https://telegram.me/SuratUpdate

Photos from Surat Updates's post 20/02/2026

રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ...

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

11/02/2026

ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન જાહેર...

આગામી 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.12/02/2026 થી તા.18/03/2026 દરમિયાન કાર્યરત રહેશે...

ટોલ ફ્રી હેલ્પલાઇન નં:- 1800 233 5500

હેલ્પલાઇનનો સમય સવારે 11:00 થી સાંજે 06:00નો રહેશે...

Photos from Surat Updates's post 31/01/2026

OTP વગર Whasapp હેક થઈ શકે છે..જો હેક થઇ જાય તો ગભરાશો નહિ અને આ સ્કેમ થી બચો.

06/01/2026

🙏યુવાનો માટે ચેતવણીભર્યો સંદેશ 🙏

યુવાન મિત્રો,
એક વકીલ તરીકે મારી પાસે સલાહ લેવા આવતા રોજ ના બે થી ત્રણ ફોન ને લઈ ને સાવચેતી માટે સંદેશો આપવાનું યોગ્ય લાગે છે.
ખાસ કરીને અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ ના યુવાનોને દિલથી એક ગંભીર અપીલ છે.

થોડા પૈસાની લાલચમાં, “કશું નહીં થાય” એવી ખોટી સમજમાં, કે કોઈ ઓળખીતા–મિત્રની વાતોમાં આવીને ભાડે બેંક એકાઉન્ટ આપવું, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવી આપવું, કે બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ / ખોટી એન્ટ્રીઓ થવા દેવી, આ બધું નાનું કામ લાગતું હોય શકે, પરંતુ કાયદાની નજરે આ સીધો સાયબર ક્રાઇમ છે.

-આજે દેશભરમાં, ખાસ કરીને વિવિધ રાજ્યોમાં, આવા સાયબર ગુનાઓ નોંધાઈ રહ્યા છે.
-એમાં ફસાયેલા યુવાનોના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ જાય છે,
-પછી પોલીસ તપાસ શરૂ થાય છે,
-અને જાણે–અજાણે તમે એવા ગુનામાં આરોપી બની જાઓ છો જે તમે કર્યો પણ નથી — છતાં કાયદો માફ કરતો નથી.

વધુ દુઃખદ હકીકત એ છે કે આવા કેસોમાં ઘણા યુવાનોને
• અન્ય રાજ્યોમાં ધરપકડ થાય છે,
• ઘરથી દૂર જેલમાં રહેવું પડે છે,
• જ્યાં ભાષા સમજાતી નથી,
• ભોજન, આરોગ્ય અને રોજિંદી જરૂરિયાતોમાં ભારે મુશ્કેલી પડે છે,
• ક્યારેક મહિના સુધી પરિવારને મળવાનું પણ શક્ય નથી.

આ બધાનો સૌથી મોટો માર પડે છે તમારા માતા–પિતા અને પરિવાર પર.
• સમાજમાં અપમાન,
• કોર્ટ–કચેરીના ખર્ચા,
• વકીલની ફી,
• નોકરી અને ભવિષ્ય બન્ને જોખમમાં,
• અને આખો પરિવાર આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જાય છે.

🛑 યાદ રાખજો:
“મારું એકાઉન્ટ છે એટલે હું આપું તો શું થાય?” — આ વિચાર તમને બરબાદ કરી શકે છે.
સાયબર ગુનામાં નામનો દુરુપયોગ નહીં, પરંતુ જવાબદારી તમારાં નામે જ આવે છે.

🙏 યુવાનો મિત્રો,
થોડા સમયના પૈસા માટે તમારું ભવિષ્ય, પરિવારની શાંતિ અને માતા–પિતાની ઇજ્જત જોખમમાં ન મૂકો.
કોઈપણ વ્યક્તિ જો
• બેંક એકાઉન્ટ ભાડે માંગે,
• ATM / કાર્ડ / OTP માંગે,
• કે “માત્ર ટ્રાન્ઝેક્શન છે” કહીને લાલચ આપે —
તો તુરંત ના કહો.

👉 સાવચેત રહો.
👉 સમજદારીથી નિર્ણય લો.
👉 અને બીજાને પણ આ સત્ય સમજાવો.

તમારું ભવિષ્ય તમારા એક ખોટા નિર્ણયથી અંધકારમય ન બને તેનું ખાસ ધ્યાન રાખજો — આજે જ ચેતજો.

નરશીભાઈ સવાણી - સુરત
(સમાજ ચિંતક)

24/12/2025
17/12/2025

સુરત: સોશિયલ મીડિયામાં વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તનના વાયરલ વીડિયો મામલે સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કે વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર મહિલા કર્મચારી પોલીસ નહિ પરંતુ ભિક્ષુક ગૃહની કર્મચારી છે.

15/12/2025

પોલીસકર્મીઓને કાયદા પહેલા સંવેદનશીલતા શીખવાડવાની બહુ જ જરૂર છે. કેટલાક પોલીસકર્મીઓને/ અધિકારીઓને વર્દી પહેરતા જ રૌફ માથા પર ચઢી જાય છે.
સુરતના અડાજણનો આ વિડિયો છે. પોલીસ ભિક્ષુકને પકડવાની કામગીરી કરતી હતી અને એમા આ 90 વર્ષના વૃદ્ધાને મહિલા પોલીસ મારે છે. ઢસડીને ગાડીમાં બેસાડવાની કોશિશ કરે છે. ઉંમર તો જુઓ. આટલુ અસંવેદનશીલ કોઈ કેવી રીતે બની શકે! આવા જ પોલીસ આખા વિભાગની છાપ ખરાબ કરે છે.
અડાજણના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ મહિલા પોલીસ દ્વારા 90 વર્ષના વૃદ્ધ મહિલાને મારીને જબરજસ્તી ગાડીમાં બેસાડતા CCTV આવ્યા સામે
આ રીતના એક વૃદ્ધ મહિલાને મારવું કેટલું યોગ્ય
સોશિયલ મીડિયામાં CCTV વાયરલ થયા હતા.મહિલા પોલીસ કર્મી એ વિવાદ થતાં માફી માંગી કહ્યું- તેમના ભલા માટે કડક થવું પડ્યું.
#સુરત

28/11/2025

વરાછા રોડના પુલ નીચેના દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ મુદ્દે વરાછા ગૌરવ સમિતિના અવાજને ધબકાર ન્યૂઝે મુખ્ય સ્થાન આપ્યું તે બદલ હૃદયપૂર્વક આભાર 🙏

જાહેર હિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી પોઝિટિવ જર્નાલિઝમ કરનાર ધબકાર ટીમનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે. આપનો સહયોગ અમારી જાગૃતિ ઝુંબેશને વધુ મજબૂત બનાવે છે.

ધન્યવાદ ધબકાર ન્યૂઝ! 🙌📢
Dhabkar My Surat Daxesh Mavani Surat City Police Harsh Sanghavi Kishor Kanani -Kumar Praful Pansheriya #વરાછા_ગૌરવ_સમિતિ

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

https://telegram.me/SuratUpdate, https://whatsapp.com/channel/0029Va4EZDN8kyyE0bzn

Address


Varachha Road
Surat
395006