Vikas Rakholiya

Vikas Rakholiya

Share

સંબંધો વિશે હું કઇ જાણતો નથી
પણ મળ્યા પછી કોઇ મને ભુલી જાય
તે વાતમાં હું માનતો નથી

#vikasrakholiy 🚩

04/02/2024

શિક્ષણ એજ કલ્યાણ સંકુલ દ્વારા હજારો બાળકોનું કલ્યાણ કરવાનું વિચારનાર દિવ્યદ્રષ્ટા મહિપતસિહ ચૌહાણ અને રોડ રસ્તા પર રખડતા નિરાધાર ના આધાર એવા રજનીભાઈ કાતરીયા (પોપટભાઇ) સાથે સુરત માં મિત્ર અજયભાઈ દુધાતના ઘર પર શુભેચ્છા મુલાકાત..

Mahipatsinh chauhan Popatbhai

Photos from Vikas Rakholiya's post 30/10/2022

ક્રાંતિકારી યોદ્ધા Alpesh Kathiriya અને Dharmik Malaviya એ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ તરફ આગેકૂચ કરી જીવન ની નવી સફર ની શરૂઆત કરી...બન્ને ક્રાંતિકારી યુવા ઓનું આમ આદમી પાર્ટી પરિવાર માં સ્વાગત છે...

ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ..🇮🇳

18/10/2022

Dear, friends
આ તો જસ્ટ વાત છે.. !

નવી પેઢીના સંતાનોને વેકેશનમાં બહાર ફરવું વધારે ગમે છે.,
તેથી હવે તેઓ વેકેશનમાં
મામાને ઘેરે જવાની જિદ્દ કરતાં નથી…

કોઈ એમના ઘરે પણ મહેમાન થઈ આવે એવું
તેઓને ગમતું નથી….

સંતાનોને એમના ઝુંડ સિવાય બીજા સાથે ફાવતું નથી.,
એકલા રહેવાની ફેશન
ફૂલીફાલતી ગઈ છે તેથી
કોઈની હાજરી ગમતી નથી….

રહી વાત મમ્મી-પપ્પા,દાદા-દાદીની તો એમની સાથે તો વિડીયો કોલિંગ થી હાય હેલો કરી લઈએ છે..
એમને જોઈતી જરૂરી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી દે છે..

હવે તો એમને પણ આદત પડી ગઈ છે,
તેથી એકલતા કનડતી નથી અને કનડતી હોય તો કહેવાની હિમ્મત નથી….

હવે તો લોહીના સંબંધોને પણ
ઓનલાઈનની આદત પડી ગઈ છે …

માણસાઈ ગુજરી બજારમાં વેચાતી થઈ ગઈ છે..
દુ:ખ તો ઘણું બધુ છે પણ
દુખ જ નથી એવું કહેવાની આદત પડી ગઈ છે..

નવા પાડોશી બોલતા નથી
ને જે જૂના છે તે
એકબીજાની ખુશીઓ પર અદેખાઈ કરતાં થઈ ગયા છે,
વાટકી વ્યવહાર તો સાવ ભુલાઈ ગયા છે..
દહીંનું મેળવણ કોણ માગવા જાય
દહીં જ ઓનલાઇન મંગાવતા થઈ ગયા છે..

બધા જ પોતપોતાના ઘર પૂરતા જ મર્યાદિત
જીવન જીવતા થઈ ગયા છે…..

મરણ પ્રસંગના બેસણાં ધીમે ધીમે બધા જ ઓનલાઇન કરતાં થઈ ગયા છે,
કોઇની પાસે ટાઈમ નથી… તેથી બારમાં તેરમાંની વિધિ પણ અગ્નિદાહના દિવસે જ સ્ંપન્ન કરી દેવાય છે….

દુ:ખ વ્યક્ત કરવાનો
ખરો ખરખરો ખોવાઈ ગયો છે.

બારણે સાઇકલની જગ્યાએ સાંકડી ગલીમાં ફોરવિહલર ઊભી થતાં જાય છે.,
ખરેખર તો મોંઘવારી કોઈને જ નડતી નથી…
અને જેને નડે છે એને સહન કરવાની આદત પડી ગઈ છે ….

વોટ્સએપ અને ઇન્સ્ટગ્રામ રિલ્સના નામે,
સ્વછ્ન્દતા છકી ગઈ છે….

ઓરિજિનલ ઉમળકો લુપ્ત થઈ ગયો છે
માણસાઈની સાવ જ પડતી થઈ ગઈ છે..

- ભયના ઓથાર નીચે સલામતી દબાઈ ગઈ છે
- કાવાદાવાની બોલબાલા વધી ગઈ છે
-હડપ કરી જવાની વૃતિ વધી ગઈ છે..

દુ:ખ તો છે પણ એ હવે મારા પૂરતું મર્યાદિત થઈ ગયું છે !

બસ આ તો વાતવાતમાં અભિવ્યક્ત થઈ ગયું છે !

અને હા.. , આ તો જસ્ટ વાત છે બાકી બીજું બધુ અહીં...
રાબેતા મુજબ ચાલે છે... 😊

#નાનપણ #નાનપણ_ની_વાતો #સંસ્કાર #બા #દાદા #મામા

21/08/2022
02/07/2022

‘બે જણને જોઈએ કેટલું....?’

દિકરી ને જમાઇ લઈ ગયા
અને
દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો
આપણે બે જ રહ્યા.

એક છાપું,એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી,
બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા,
કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.

‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.

સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો
દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય
તોય ભયોભયો!

ખીચડી એટલે
બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,
અઢીસો બટાકા,
ચાર પણી ભાજી,
આદુ-લીંબુ-ધાણા’
થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા
નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે
પછી મુખવાસનું શું કામ!

નાની તપેલી, નાની વાડકી,
નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને
માંડ ઘસાય.

કોપરેલની એક શીશી
એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો
ગ્યાં ક્યારના ભૂલાઈ...?

પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,
આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો
લાવ લાવ થાય.

એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં
બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’
કહી જાય.
તે પલકારામાં બે જણ
પાછાં હતાં એવાં થઇ જાય.

પછી પાછી
ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા...

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Surat