Hrk Help
HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે.
તમારા બધાના સાથ અને સપોર્ટ થી દરેક સેવાનું કાર્ય થઈ રહ્યું છે તો આવી જ રીતે આગળ પણ સપોર્ટ આપતા રહેજો
માત્ર 1000 લોકો પણ જો ₹1000-₹1000 ની મદદ કરશે તો પણ આરવી નો જીવ બચી શકશે. આવો આપડે સૌ સાથે પરિવાર ના એક ના એક સભ્ય ના જીવન બચાવવા પરિવાર ની સાથે ઊભા રહીએ. ❤️
આ પરિવારની મદદ કરવા સૌ કોઈ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીને સહભાગી બનશો એવી આશા રાખીએ છીયે. આપની નાનકડી મદદ કોઇ માટે મોટી મદદ સાબિત થાઈ છે. 🙏
દક્ષ ના જીવ બચાવવા મદદ મોકલવા માટેની ડીટેઇલ :
👤 Account Holder Name : Jagdishbhai M. Pipaliya
🏦 BANK : State Bank Of India
🔢 Account No : 30781023901
🆔 IFSC Code : SBIN0016040
📞 Contact : +91 90991 16549
📞 HRK Help Group : +91 7777 998 777
નોંધ : ઉપર ની બેન્ક માં જે પણ રકમ દાન કરો છો તે દર્દી ના પરિવાર ને સીધી મળે છે જેની નોંધ લેવી.
16/06/2026
માનવતાની ભાવના સાથે ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન સેવા. ❤️
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના પેટની ભૂખ સંતોષવી એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે.
જેમણે માનવતાના આ કાર્યમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર 🙏✨
📞 સેવા કાર્યમાં જોડાવા અથવા સહયોગ આપવા માટે સંપર્ક કરો:
7777 998 777
💫 HRK HELP Group
💫 HRK HELP Charitable Trust
🍽️🙏 રામ ભરોસે ભૂખ્યાને ભોજન સેવા 🙏🍽️
માનવતાની ભાવના સાથે રામ ભરોસે ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન સેવા કરવામાં આવી. ❤️
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના પેટની ભૂખ સંતોષવી એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે.
આ સેવાના માધ્યમથી અનેક લોકોને ભોજન મળી શક્યું અને તેમના ચહેરા પર સંતોષનું સ્મિત જોવા મળ્યું. 🌸
જેમણે માનવતાના આ કાર્યમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર 🙏✨
📞 સેવા કાર્યમાં જોડાવા અથવા સહયોગ આપવા માટે સંપર્ક કરો:
7777 998 777
💫 HRK HELP Group
💫 HRK HELP Charitable Trust
15/06/2026
📍 ફડવેલ ગામ - ચીખલી તાલુકો
એક સમય એવો હતો જ્યારે આ નિરાધાર દાદા-દાદી વરસાદ, ઠંડી અને તડકાની વચ્ચે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા હતા. આજે આપ સૌના સહયોગથી તેમના નવા ઘરનું સ્વપ્ન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. ❤️
આ ઘર નિર્માણ કાર્યમાં શ્રી મારુતિનંદન હાર્ડવેર (ભાવેશભાઈ) દ્વારા પાતરા અને એંગલનું અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે. તેમના આ સહયોગથી ઘરનું કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને દાદા-દાદીને સુરક્ષિત આશ્રય મળવાની આશા વધુ મજબૂત બની છે. 🏠
HRK HELP Group અને HRK HELP Charitable Trust તરફથી ભાવેશભાઈનો હૃદયપૂર્વક આભાર. 🙏
આવા સેવાભાવી દાતાઓ અને સમાજના સહયોગથી જ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.
માનવ સેવા એ જ પ્રભુ સેવા ❤️
#નિરાધારનેમદદ
માત્ર 500 લોકો પણ જો ₹1000-₹1000 ની મદદ કરશે તો પણ દક્ષ નો જીવ બચી શકશે. આવો આપડે સૌ સાથે પરિવાર ના એક ના એક સભ્ય ના જીવન બચાવવા પરિવાર ની સાથે ઊભા રહીએ. ❤️
આ પરિવારની મદદ કરવા સૌ કોઈ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીને સહભાગી બનશો એવી આશા રાખીએ છીયે. આપની નાનકડી મદદ કોઇ માટે મોટી મદદ સાબિત થાઈ છે. 🙏
દક્ષ ના જીવ બચાવવા મદદ મોકલવા માટેની ડીટેઇલ :
👤 Account Holder Name : Dashrathbhai K Parmar
🏦 BANK : Bank Of Baroda
🔢 Account No : 38248100001550
🆔 IFSC Code : BARB0SATLAS
📞 Contact : +91 81287 26100
(દક્ષ ના પિતા – દશરથભાઈ)
📞 HRK Help Group : +91 7777 998 777
નોંધ : ઉપર ની બેન્ક માં જે પણ રકમ દાન કરો છો તે દર્દી ના પરિવાર ને સીધી મળે છે જેની નોંધ લેવી.
13/06/2026
HRK HELP Group અને HRK HELP Charitable Trust દ્વારા નિઃસંતાન વૃદ્ધ દંપતી માટે નવા ઘરનું નિર્માણ કાર્ય પ્રગતિમાં
સમાજમાં આજે પણ એવા અનેક લોકો છે જેઓ જીવનની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ (નવાનગર) ગામમાં રહેતા વૃદ્ધ દંપતી શ્રી શંકરભાઈ સુખાભાઈ હળપતિ અને શ્રીમતી કુંવરબેન શંકરભાઈ હળપતિ પણ આવા જ એક પરિવાર છે, જેઓ વર્ષોથી અત્યંત દયનીય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા હતા.
આ વૃદ્ધ દંપતી છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી એક જર્જરિત અને કાચા મકાનમાં રહેતા હતા. મકાનની દિવાલો તૂટી રહી હતી, છત નબળી પડી ગઈ હતી અને વરસાદ કે પવન દરમિયાન ઘરની અંદર રહેવું પણ જોખમી બની જતું હતું. અનેક વખત તેમને વરસાદ દરમિયાન પોતાનું ઘર છોડીને બહાર નીકળવાની ફરજ પડતી હતી. અગાઉ ઘરનો એક ભાગ તૂટી પડતાં અકસ્માત પણ સર્જાયો હતો, જેમાં દાદા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ ત્યારથી પરિવાર સતત ભયના માહોલમાં જીવન જીવી રહ્યો હતો.
વૃદ્ધાવસ્થાના આ પડાવે દાદાને ડાબી આંખે સંપૂર્ણ અંધાપો છે અને જમણી આંખે પણ ખૂબ ઓછું દેખાય છે. જેના કારણે તેઓ કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નથી. બીજી તરફ દાદી કુંવરબેન આજે પણ ગામમાં જે મજૂરીનું કામ મળે તે કરીને બંનેનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર દિવસભરની મહેનત બાદ માત્ર ₹100 થી ₹150 જેટલી આવક થતી હતી. આટલી મર્યાદિત આવકમાં રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી જ મુશ્કેલ હતી, ત્યારે નવું ઘર બનાવવાનો વિચાર પણ તેમના માટે અશક્ય હતો.
સૌથી કરુણ બાબત એ છે કે આ વૃદ્ધ દંપતીને કોઈ સંતાન નથી. વૃદ્ધાવસ્થામાં જ્યાં સંતાનોનો સહારો અને સંભાળ મળવી જોઈએ ત્યાં તેઓ વર્ષોથી એકબીજાના સહારે જીવન પસાર કરી રહ્યા છે. ગામના આગેવાનો, માજી સરપંચ તથા સ્થાનિક લોકોએ તેમને સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ જરૂરી દસ્તાવેજોના અભાવે તેઓ આ યોજનાનો લાભ મેળવી શક્યા નહોતા.
આ પરિસ્થિતિ અંગે માહિતી મળતા HRK HELP Group અને HRK HELP Charitable Trust ના કાર્યકરોએ વૃદ્ધ દંપતીની મુલાકાત લઈ તેમની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ લોકફાળો, દાતાશ્રીઓના સહયોગ અને સેવાભાવી યુવાનોના શ્રમદાન દ્વારા તેમના માટે સુરક્ષિત ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
HRK HELP Group અને HRK HELP Charitable Trust અંતર્ગત પંકજભાઈ સુતરીયાના નેતૃત્વ હેઠળ આ વૃદ્ધ દંપતી માટે નવા ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સમાજના દાતાશ્રીઓ, સેવાભાવી યુવાનો અને શ્રમદાતાઓના સહયોગથી છેલ્લા 10 દિવસથી સતત ઘરનું બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું.
આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ આર્થિક સહયોગ, બાંધકામ સામગ્રી અને શ્રમદાન દ્વારા આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તમામના સહયોગ અને મહેનતના પરિણામે આજ રોજ નવા ઘર ઉપર પતરા ચડાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે વૃદ્ધ દંપતીના નવા ઘરનું સ્વપ્ન હવે ધીમે ધીમે સાકાર થતું જોવા મળી રહ્યું છે.
આ સેવા કાર્યમાં મારૂતિનંદન હાર્ડવેર તરફથી પણ મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. મારૂતિનંદન હાર્ડવેરના ભાવેશભાઈ દ્વારા ઘર માટે જરૂરી પતરા અને એંગલનું યોગદાન આપવામાં આવ્યું હતું. HRK HELP Group, HRK HELP Charitable Trust તેમજ વૃદ્ધ દંપતી દ્વારા ભાવેશભાઈ અને મારૂતિનંદન હાર્ડવેરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્થાનિક યુવાનો દ્વારા સતત શ્રમદાન આપી ઘરનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. સમાજના વિવિધ વર્ગો દ્વારા મળતો સહયોગ એ દર્શાવે છે કે આજે પણ માનવતા જીવંત છે અને જરૂરિયાતમંદ લોકો માટે લોકો આગળ આવી રહ્યા છે.
આ ઘર માત્ર ઈંટ, સિમેન્ટ અને પતરાથી બનેલું મકાન નથી, પરંતુ બે નિરાધાર વૃદ્ધ લોકો માટે સુરક્ષા, સન્માન અને આશાનું નવું કિરણ છે. જીવનભર સંઘર્ષ કરનાર આ દંપતી હવે પોતાના જીવનના બાકીના વર્ષો સુરક્ષિત અને સન્માનપૂર્વક પસાર કરી શકે તેવા આશ્રય તરફ આગળ વધી રહ્યા છે.
HRK HELP Group અને HRK HELP Charitable Trust દ્વારા આ સેવાકાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, શ્રમદાતાઓ, સ્થાનિક યુવાનો, ગામજનો અને સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે સમાજના સહયોગથી જ આવા જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે અને ભવિષ્યમાં પણ આવા માનવતાવાદી કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે.
"જ્યારે સમાજ એક પરિવાર બનીને કોઈ જરૂરિયાતમંદની સાથે ઉભો રહે છે, ત્યારે અસંભવ લાગતા કાર્યો પણ સરળતાથી શક્ય બની જાય છે." ❤️🏠🙏
સંપર્ક:
HRK HELP Group / HRK HELP Charitable Trust
📞 7777 998 777
જ્યાં દુનિયા પૈસા પાછળ દોડે છે ત્યાં આ દાદા અને દાદી નું ભોળપણ જોવો.
દાદા દાદી માટે શેર કરજો.
29/01/2026
🙏 નવજાત બાળક (દીકરા) માટે તાત્કાલિક મદદની અપીલ 🙏
4 દિવસ પહેલા આરતીબેન દિવ્યેશ મોદી ને ભગવાન કૃપાથી દીકરાનું સુખ મળ્યું… ઘર માં ખુશીની લહેર આવી… પરંતુ એ ખુશી થોડા જ કલાકોમાં આંસુમાં બદલાઈ ગઈ 😔
નવજાત બાળકની તબિયત અચાનક ખૂબ ગંભીર બનતા તેને સુરતની આનંદ બાળકોની હોસ્પિટલ (NICU) માં દાખલ કરવો પડ્યો. ડોક્ટરો મુજબ બાળકના આંતરડામાં ગંભીર સમસ્યા થતા ઇમરજન્સી ઓપરેશન કરવું પડ્યું છે અને હાલ વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
જો સમયસર યોગ્ય સારવાર ચાલુ રાખી શકાય તો બાળકનું જીવન બચી શકે છે 🙏
પરંતુ દુઃખની વાત એ છે કે પરિવારની આર્થિક તંગી કારણે જરૂરી સારવાર આગળ વધારવી ખૂબ મુશ્કેલ બની રહી છે 💔
પરિવારની સ્થિતિ સમજીને હોસ્પિટલ દ્વારા પણ શક્ય એટલી માનવતા દાખવવામાં આવી રહી છે, કેટલીક રાહતો આપવામાં આવી રહી છે… છતાં પણ સારવાર લાંબી છે અને ખર્ચ હજુ પણ ખૂબ મોટો છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 15 દિવસ NICU સારવાર જરૂરી છે અને અંદાજે ₹4 થી ₹5 લાખ જેટલો ખર્ચ થવાનો છે.
પરિવારની હાલત ખૂબ જ નાજુક છે…
પિતા ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે અને માત્ર ₹20,000 મહિને પગાર છે. પરિવાર ભાડાના મકાનમાં રહે છે અને ઘરે કમાવનાર એક જ વ્યક્તિ છે. આવી સ્થિતિમાં આટલો મોટો ખર્ચ ઉઠાવવો લગભગ અશક્ય બની ગયો છે.
એક માતા રડીને એટલું જ કહે છે —
“મારો બાળક જીવતો રહી જાય… મારો ખોળો ફરીથી ભરાઈ જાય…” 😢
આ નિર્દોષ બાળકના જીવન માટે આપણી થોડી મદદ પણ મોટું આશીર્વાદ બની શકે છે 🙏
આવો, સૌ મળીને એક જીવ બચાવીએ…
👉 મદદ કરવા માટે આ પોસ્ટ QR Code દ્વારા પણ દાન કરી શકો છો 🙏
⚠️ સરકારના નિયમો અને વ્યક્તિગત બેંક ખાતું હોવાને કારણે જો કોઈને QR દ્વારા પેમેન્ટ ન થઈ શકે, તો નીચે આપેલી બેંક વિગત દ્વારા સીધી મદદ મોકલી શકો છો.
👉 સીધી મદદ માટે બેંક વિગત (Mother Account):
🏦 Bank Name: Bank of Baroda
👩 Account Holder Name: Aartiben Divyesh Modi
💳 Account Number: 93180100013531
🏷 IFSC Code: BARB0DBKUMB
📍 Branch: Kumbharia, Surat
👉 વધુ માહિતી / મદદ માટે સંપર્ક:
📞 +91 79840 40700 - બાળક ના પરીવાર
📞 +91 7777 998 777 - HRK Help Group
જો માત્ર 1000 લોકો પણ ₹500–₹500ની નાની મદદ કરે, તો આ નવજાત બાળકને નવું જીવન મળી શકે… આપણે રોજબરોજ વ્યસન કે ફાજલ ખર્ચમાં ₹500–₹1000 ઉડાવી દઈએ છીએ, એ જ રકમ જો આજે એક નિર્દોષ બાળકના જીવ માટે વાપરીએ — અને જો આ પોસ્ટ તમારાં સુધી પહોંચી હોય તો શક્ય એટલી મદદ જરૂર કરજો — તો ઈશ્વર પણ જરૂર પ્રસન્ન થશે.🙏
મદદ ન કરી શકો તો કૃપા કરીને આ પોસ્ટ વધુમાં વધુ શેર કરો 🙏
તમારો એક શેર પણ કોઈ પરિવાર માટે આશાનો દીવો બની શકે છે…
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
17, Turning Point, Opp. Bank Of Baroda, Nr. Utran Community Hall, Utran
Surat
394105