Setu Publication

Setu Publication

Share

B-5/104, Platinum Park, Causeway Link Road, Dabholi, Surat-395004
(M) 9537462684

30/06/2022

આ પુસ્તક સંદર્ભે મારું સંપાદન-કર્મ લેખક સાથેની પ્રગાઢ મૈત્રીસેતુની ફળશ્રુતિ ગણાવી શકાય. શિક્ષણ જેવા લપસીંદર લાગતા કઠિન સબ્જેક્ટ ઉપર સતત વિષયવૈવિધ્ય જાળવી રાખી વાચકને વાચનનો ભાર ન લાગે એવું રસપ્રદ લખવું કોઈ પણ લેખક માટે પડકારરૂપ હોય છે પણ, અહીં લેખકે માખણમાં મોરપીંછ ફરે એટલી સહજતાથી લયબદ્ધ શબ્દકટારી ચલાવીને આ પડકારને મહાત કરી મોડર્ન ગુજરાતી રીડર્સના અલ્ટ્રામોડર્ન રાઇટર તરીકેની પોતીકી છાપ છોડી છે.
ઘણીવાર સર્જન કરતાં અનુસર્જન ધારદાર, જાેરદાર અને રસદાર બની જતું હોય છે. ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અનુસર્જન પ્રશંસનીય રહ્યું છે, મેઘાણીભાઈએ વિદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિમાંથી પ્રેરણા લઈ વિષયવસ્તુનો પ્રાણવાન ગુજરાતી પિંડ બાંધ્યો એ ગુજરાતી ભાષાનું સદ્‌ભાગ્ય માની શકાય. જાે કે, મેઘાણીની કલમને લોકભોગ્ય બનાવવામાં પદ્મશ્રી આદરણીય ભીખુદાન ગઢવીનો સિંહફાળો કેમ નકારી શકાય ? અહીં આ પુસ્તકના લેખકશ્રી પણ વંદનીય પદ્મશ્રી ગુણવંત શાહ પાસેથી એકલવ્ય દીક્ષા પામ્યા છે. સર્જક જેને આદર્શ માને એનો પોતાના સર્જનમાં પડઘો પાડ્યા વિના ના રહી શકે. અલબત્ત, આ પુસ્તકમાં ગુણવંતી લેખનશૈલીનો વાસંતી ટહુકો લેખકની લેખણી આબાદ ઝીલે છે ! સાહિત્ય જગતના શ્રેષ્ઠત્તમ કવિઓ, ગઝલકારો, કેળવણીકારો, મૂર્ધન્ય લેખકો અને કલાજગતના પ્રકાંડ પંડિતોના વિચારો, શબ્દો, ફિલસૂફી ઇત્યાદિના નવનીતનો લેખકે અદ્‌ભુત વિનિયોગ કરી દરેક લેખને સત્ત્વશીલ સમૃદ્ધિ બક્ષી છે.
પ્રત્યેક લેખમાં તોફાની વાક્યરચના સાથે વ્હીસ્કી જેવી તમતમતી તેજસ્વિતાભર્યા મારફાડ શબ્દો વડે વાચકના અનુભૂતિ જગતને અતિક્રમી જાય એવી અભિવ્યક્તિ આપવામાં લેખક સફળ રહ્યા છે. કોઈ પણ પ્રકારના આર્થિક ઉપાર્જનના હેતુ વિના મારા ‘શિક્ષણ ચિંતન’ માસિકમાં પ્રગાઢ મૈત્રી ભાવે લેખકે લખી આપેલા વિષયવૈવિધ્યભર્યા આ લેખોમાંથી ઉત્તમ ચયન કરેલા લેખોનું આ પુસ્તક શિક્ષણપ્રેમીઓ માટે એક રેફરન્સ બુક સમાન બની રહેશે.
અનહદ રાજીપા સાથેનું મારું સંપાદન અને સર્જકનું અનુસર્જન વાચકોને વિચારક્રાંતિ ભણી લઈ જશે તો અમારી નિષ્કામ મથામણ સાર્થક થઈ ગણાશે. અગ્નિમંથન ભાગ-૧માં કોઈ વેબ સિરીઝના ક્લાઇમેક્સ અંત જેવો ઉઘાડ પામતી અને પાને-પાને કુતૂહલ સાથે વૈચારિક ત્સુનામીની ધૂમ્રસેરો પ્રસરાવતી લેખકશ્રી એ. કે. મુંધવાની શબ્દવેધી કલમને સમગ્ર ગુજરાતી વાચકો અને માતૃભાષાના ચાહકો વતી કોટિ કોટિ અભિનંદન... અભિવંદન.
સંપાદક
રમેશચંદ્ર મુલિયા ‘તીર્થ’
૬, નિસર્ગ, અભયમ પાર્ક,
અલકાપુરી ચોક, સ્વાગત ફ્લેટ પાસે,
એસ. એન. વિદ્યાલય સામે, ૬૦ ફૂટ રોડ,
સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૨
(મો) ૯૫૭૪૩ ૬૦૫૬૨

30/06/2022

મૅટર - ઍન્ટિ મૅટર
વર્ગખંડમાં બેસતું ૧૨ વર્ષનું બાળક ફેસબુક અને ઇન્સ્ટામાં અચાનક ૧૮નું થઈ જાય છે ! આ વિસ્મયક્રાંતિ નથી ? નવી પેઢીનું લાયગર ટાઇગોનનું બાયોલોજિકલ મૅગ્નિફિકેશન જેટલું ડેન્જરસ છે, એથી વધુ સુપર્બ છે. આધુનિક બનવાની ઉતાવળ સાથે આગળ વધતી ભારતીય સંસ્કૃતિ ભલે પધાર્યાથી... કેમ પધાર્યા ?... સુધી આવી અટકી નથી. ઉત્ક્રાંતિ હંમેશાં પરિવર્તનની અનુરાગી રહી છે. અલબત્ત, પરિવર્તનના મહોત્સવની બહિષ્કૃતિ ન હોય - સ્વીકૃતિ હોય...
શિક્ષક કલાભિજ્ઞ હોવો જાેઈએ, રાજનીતિજ્ઞ નહિ. કલાભિજ્ઞ શિક્ષકનું અંતરનેટ-ઇન્ટરનેટના ડિજિટલ કુળનું હોય છે, એટલે તેના હૈયાના હિમાલયમાંથી વછૂટતું કર્મગંગાનું પવિત્ર ઝરણું નવી જનરેશનના ઘડતર, ચણતર અને ગણતરનો આદર્શ ઊભો કરે છે. કર્તવ્યબોધ પામેલો શિક્ષક પોતાના અનુભવના ઍન્સાઇક્લોપીડિયા વડે વર્ગખંડની વિકલાંગતામાં પણ સ્ટીફન હોકિંગને સર્ચ કરી લે છે. આંખો હશે પણ દૃષ્ટિ નહિ હોય એવો શિક્ષક વિદ્યાકીય તેજસ્વી હશે તો પણ એને ક્લાસરૂમનાં દિવ્યાંગ બાળકમાં બેઠેલો લૂઇસ બ્રેઇલ હાથ નહિ લાગે...
જ્ઞાન અથવા માહિતીની સંકીર્ણ પરિભાષામાં શિક્ષણને બાંધવું એ તો દાંત ખોતરીને પેટ ભરવા જેવી વાત છે. શિક્ષણ એટલે માત્ર જ્ઞાન નહિ; જ્ઞાનનું કર્માન્તર એટલે શિક્ષણ. શિક્ષણથી પ્રગટ થતી આવી બૃહદ ચેતના અવનવા અચરજને આંબવા મથતા માનવ મનને બોધ કરાવે છે કે, “મરેલા સિંહ કરતાં જીવતો ગધેડો વધુ કીમતી છે.”
- એ. કે. મુંધવા

08/03/2022

“ઢેબરાં, ઢેબરાં, ઢેબરાં, અરે પાછાં ઢેબરાં !” એવો લેખ ગાંધીનગર સમાચારમાં લખ્યો ત્યારે કલ્પના ન હતી કે એ લેખની પૂંઠે પ્રવાસના બીજા ઘણા લેખો લખી શકાશે અને નેપાળ પ્રવાસનું એક નાનકડું ‘જય પશુપતિનાથ’ પુસ્તક લખી શકાશે. એ પુસ્તક થયું તે પછી ગંગાસાગર અને જગન્નાથપુરીનું ‘સારે તીરથ બાર બાર’ લખાયું. હજુ એની નકલો તો બધા મિત્રોને આપી શકાઈ નથી ત્યાં દક્ષિણ ભારતના પ્રવાસની વાતો લઈને ફરી વાર આપની સમક્ષ હાજર થયો છું.
ઈસવીસન ૨૦૧૯ની ૨૭મી ઑગષ્ટે અમે અહીંથી નીકળ્યાં હતાં અને દસમી સપ્ટેમ્બરના રોજ રાત પડ્યે અમદાવાદ પરત થયાં. ચાર દિવસ ટ્રેનના બાદ કરીએ તો પૂરા દસ દિવસ અમે દક્ષિણ ભારતમાં ગુજાર્યા હતા. મારે શ્રાવણ માસના ઉપવાસના છેલ્લા પાંચ દિવસ બાકી હતા અને આ પ્રવાસની શરૂઆત થઈ હતી. કોઈ દિવસ ઉપવાસ કરવામાં તકલીફ પડી નહીં. તિરુપતિનાં દર્શન કર્યા તે દિવસે તો કેવળ ભગવાનના પ્રસાદના આધારે જ આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. પહેલા દિવસે વરસાદમાં પલળ્યાં હતાં. એક પ્રવાસી મિત્રની કન્યાકુમારીમાં તબિયત બગડી હતી. તે સિવાય આખો પ્રવાસ ખૂબ આનંદથી થયો.
રામેશ્વરનાં દર્શન કરવાની ઘણા વરસોથી ઇચ્છા હતી તે આ પ્રવાસ બાદ પૂર્ણ થઈ છે તેનો આનંદ છે. એટલો જ આનંદ તેનું પુસ્તક બની શક્યાનો પણ છે.
ગાંધીનગર સમાચારમાં આ પ્રવાસ લેખો રજૂ કરવાની તક આપવા બદલ શ્રી કૃષ્ણકાંતભાઈ જહાનો આભારી છું, પારાવાર દોડધામમાંથી સમય કાઢીને ઉમળકાભેર પ્રસ્તાવના લખવા માટે કુ. પ્રજ્ઞાબેન પટેલનો ઘણો આભારી છું. ‘સારે તીરથ બાર બાર’ના પ્રકાશન સમયથી સેતુ પબ્લિકેશનના શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી સંકેતભાઈ સાથે એક નવો સંબંધ બંધાયો છે. મારા લેખોને પુસ્તકાકાર સ્વરૂપ આપવામાં તેમણે ઘણી સહાય કરી છે તે બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નેપાળ પ્રવાસની જેમ અમારા પાડોશી શ્રી રાજુભાઈ અને શ્રીમતી ઉષાબેન આ પ્રવાસના સહપ્રવાસી હતાં. સમગ્ર પ્રવાસ દરમિયાન જાણે-અજાણે મદદરૂપ થનાર બીજાં સાથીમિત્રોનો આભાર માન્યા વગર કેમ ચાલે ? રોજેરોજ અવનવી સ્વાદિષ્ટ રસોઈ જમાડનાર નયનભાઈ પણ મિત્ર બની ગયા છે. તેમના કેરીના અથાણાંનો સ્વાદ કાયમ જીભને યાદ આવતો રહે છે. આ પુસ્તકને પણ ચિ. વિલાસ અને રોહિણીના ચિત્રો સાંપડ્યાં છે. આ વેળા દરેક પ્રકરણ માટે અલગ ચિત્રો બનાવી શકાયાં નથી. પણ જેટલાં બન્યાં છે, બહુ સુંદર બન્યાં છે.
મારા અગાઉના ‘જય પશુપતિનાથ’ અને ‘સારે તીરથ બાર બાર’ પુસ્તકની જેમ આ પ્રવાસ પુસ્તક પણ આપ સૌને ગમશે એવી આશા રાખું તો અસ્થાને નહીં ગણાય.

08/02/2022
06/02/2022

આ સંગ્રહમાં કાવ્યોના વિષયોમાં કવયિત્રીએ વૈવિધ્ય જાળવ્યું છે. કાવ્યોના ઢાળ જાણીતા ગરબા, ભજન વગેરે પર આધારિત છે, તો કેટલાંકના ઢાળ, રાગ અલગ પણ પડે છે. નીલમબેન સૂક્ષ્મ નજરે પ્રકૃતિને નિહાળે છે અને તેમાંથી પકડવા જેવું પકડીને કાવ્યમાં સરસ રીતે મૂકે છે. અહીં તહેવારોમાં હોળી, દિવાળીની વાત છે, તો ખાવાની ચીજાે જલેબી, જાંબુ, કેરી વગેરેની પણ વાત છે. તો વળી, દેડકાભાઈ, ખલીબેન, છત્રી, બતકનું બચ્ચું… કેટકેટલા વિષયોની અહીં વાત છે ! પંક્તિઓ નાની હોવાથી બાળકોને ગાવામાં પણ સરળતા કવયિત્રીએ કરી આપી છે. શિક્ષિકા તરીકેનો અનુભવ પણ ક્યારેક અહીં કામ આવ્યો છે. શિક્ષિકા હોવા છતાં ગીતોમાં બોધને બદલે મોજમસ્તી લાવી શક્યાં છે, એ નીલમબેનનો પ્લસ પૉઇન્ટ કહી શકાય.
Author : Neelamben Jadav
ISBN : 978-81-953762-9-2
Format : Paperback
Size : 5.5/8.5
Page : 44

17/09/2021

‘આત્મકથા ઃ સ્વરૂપ અને વિકાસ’ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે તથા જિજ્ઞાસુ વાચકો, સાહિત્યકારો માટે ઉપયોગી નીવડે એવો માહિતીસભર છે. કેટલીક યુનિ.ના અનુસ્નાતક વિભાગમાં પણ તે વિષય તરીકે ભણાવાય છે, ત્યારે આ પુસ્તક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે.

17/09/2021

સેતુ પબ્લિકેશન સુરત...
શ્રી સંકેતભાઈ પટેલ પ્રકાશન ક્ષેત્રે કદમ માંડી રહ્યા છે ત્યારે તેમના માટે પ્રકાશન ક્ષેત્રનો આ નવતર પ્રયોગ છે . પરંતુ સંકેતભાઈની ખાસિયત એ છે કે એ જે પણ ક્ષેત્રની અંદર કાર્ય કરવાની શરૂઆત કરે છે તેમાં ખૂબ જ નિષ્ઠા , વફાદારી અને દિલ દઈને કામ કરે છે . જેના પરિણામે તેમને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થાય છે .
ભૂતકાળમાં પણ મને તેમની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો ત્યારે પણ તેમની કામ પ્રત્યેની નિષ્ઠા મે પ્રત્યક્ષ નિહાળી છે . અને વર્તમાન સમયે જ્યારે તેઓશ્રીએ સેતુ પબ્લિકેશન નામે પુસ્તક પ્રકાશન શરૂ કર્યું છે ત્યારે તેમની સાથે ફરી એકવાર મારે કામ અંગે જોડાવાનું થયું .
છેલ્લા પાંચ સાત વર્ષે હું મારી કલમ ચલાવી રહ્યો છું અને એ કલમ દ્વારા મારી પાસે થોડું ઘણું સાહિત્ય ભેગું થયું હતું . આ સમય દરમિયાન મારા સાહિત્યને પુસ્તકનું સ્વરૂપ આપવા માટે મેં કેટલાય પ્રકાશકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મુલાકાત લીધી હતી . પરંતુ એમની શરતોએ મારા પુસ્તકો પ્રગટ થવા દીધા નહીં . એટલે કે પુસ્તક પ્રકાશિત કરવા માટે લગભગ હજાર કરતા ઓછી નહિ એટલી પ્રત છપાવી પડે એમ હતી . જે એક નિષ્ઠાવાન સાહિત્યકાર લેખક માટે અસંભવ હતું . કારણકે જે લોકોને પુસ્તક દ્વારા પૈસા કમાવા છે એ લોકો કદાચ આટલી મોટી સંખ્યામાં પુસ્તકો છપાવીને તેનું વેચાણ કરીને નફો મેળવી શકે છે પરંતુ જેને પોતાના સાહિત્ય થકી પોતાના કલમ થકી નવોદિત સાહિત્યકારોને સમાજસેવા કરવી છે એવા લોકોને એક પ્રમાણિક અને નિષ્ઠાવાન પ્રકાશક
ની અવશ્ય ગરજ સાળતી હોય છે .ત્યારે વર્તમાન સમયે નવોદિત સાહિત્યકારો માટે એક આશાનું કિરણ લઈને સેતુ પબ્લિકેશન સુરત આપણા સૌની સામે આવ્યું છે . જેનો હું સાક્ષી છું .
મારા બે પુસ્તકો "શિક્ષણની આસપાસ"- શૈક્ષણિક લેખ અને "જંગલની દુનિયા" - બાળવાર્તાઓ મારી જરૂરિયાત મુજબ નજીવા ખર્ચની અંદર મને પ્રકાશિત કરી આપી છે. માત્ર પુસ્તકો પ્રકાશિત જ કરી આપ્યા હોય એવું નથી . આ પુસ્તકો સમગ્ર ગુજરાતની અંદર વાચકોને મોકલાવ્યા છે. ત્યારે તેમના પ્રતિભાવ ઉપરથી જાણવા મળ્યું છે કે પુસ્તકોની અંદર જે વિચાર છે એ તો ઉત્તમ છે જ... તે બદલ તમને ધન્યવાદ , પરંતુ પ્રથમ દ્રષ્ટિએ પુસ્તકને હાથમાં પકડીએ ત્યારે જ તેની સુંદરતા અને તેનું મહત્વ તેના મુખપૃષ્ઠ પરથી નજર સામે ઉત્પન્ન થાય છે .એટલે કે પુસ્તકનું બંધારણ પણ એટલું જ સુંદર પ્રકારનું છે . બીજી વિશેષતા એ છે કે મુખ પૃષ્ઠ અને અંતિમ પૃષ્ઠ તો આકર્ષક હોય છે પરંતુ સાથે સાથે પુસ્તકની અંદર ના પેજ પણ એની ગુણવત્તા મુજબ ખૂબ જ ઉત્તમ પ્રકારના હોય છે . સાથે સાથે તેનું છાપકામ , ડિઝાઇન , ગ્રાફિક્સ તેના ચિત્રો વગેરે પણ ધ્યાનાકર્ષક હોય છે . ટૂંકમાં , કહીએ તો પુસ્તકની અંદર નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવે છે .
બીજું , વિશેષમાં કહું તો શ્રી સંકેતભાઈના પિતાશ્રી નટવરભાઈ પટેલ ગુજરાતના ખૂબ જ જાણીતા સાહિત્યકાર તેમજ બાળસાહિત્યકાર છે . તેઓશ્રી પણ પોતાના પુત્રને પુસ્તક પ્રકાશન ની અંદર મદદ કરી રહ્યા છે . એટલે કે પુસ્તકની પ્રિન્ટિંગ , તેની સજાવટ , તેની ભાષા શુદ્ધિ , તેની વાક્ય રચના તેમજ જ્યાં પણ જરૂર પડે ત્યાં પોતે પોતાના જ્ઞાનના અનુભવના આધારે પુસ્તકને એક સુંદર અને સચોટ ઓપ આપવામાં સહાયરૂપ બની રહ્યા છે . એટલે કે સેતુ પબ્લિકેશન દ્વારા જે પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે એમાં એક લેખક સાહિત્યકાર અને એક અનુભવી વ્યક્તિનો પણ હાથ રહેલો છે . બીજી વિશેષતા એ છે પુસ્તક જ્યાં સુધી તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 15 થી 20 વખત સંકેતભાઈ સાથે ચર્ચા થતી રહે છે . છેવટે જ્યારે isbn નંબર માટે દિલ્હી મંજૂરી માટે કાર્યવાહી કરવાની થાય ત્યાં સુધી પણ જે કાંઈ સુધારા-વધારા કરવા હોય તે જરા પણ સંકોચ વિના શ્રી સંકેતભાઈ ગુસ્સા વિના કે કોઈપણ પ્રકારની નિરાશા વિના આપણી વાત સાંભળતા હોય છે .
ટૂંકમાં , ભલે સંકેતભાઈ માટે આ પ્રકાશનનું ક્ષેત્ર નવીન હોય પરંતુ એવું લાગે છે કે જાણે વર્ષોથી એ પોતે કામ કરતા હોય અને લેખકો જોડે એટલી જ આત્મીયતા સાથે પોતે વાતચીત કરતા હોય છે . પુસ્તકની સફળતા જ બતાવે છે કે પ્રકાશકે પુસ્તક પ્રગટ કરવામાં પોતાનું હૃદય કેટલા હદ સુધી રેડીને કામ કર્યુ છે . આ માટે શ્રી સંકેતભાઈ અને શ્રી નટવરભાઇ પટેલ સાહેબ નો વિશેષ આભાર માનું છું . કેટલાય વર્ષોનું મારું એક સ્વપ્ન હતું કે મારું વ્યક્તિગત પુસ્તક પ્રગટ થાય અને એ મારા સ્વપ્નને પૂર્ણ કરવાનો યશ એ સેતુ પબ્લિકેશન સુરતને જાય છે . એ બદલ તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું . સાથે સાથે વર્તમાન સમયે જે નવોદિત લેખકો પોતાની કલમ ચલાવી રહ્યા છે એવા લેખકોને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જો આપ શ્રી આપના પુસ્તકને સમાજ સમક્ષ મુકવા માંગતા હો તો અવશ્ય એક વખત સેતુ પબ્લિકેશન સુરત... સંકેતભાઈ અને શ્રી નટવરભાઇ પટેલનો અવશ્ય સંપર્ક કરો . મારી જેમ જ આપના પણ સ્વપ્ન અવશ્ય પૂર્ણ થશે.

જિતુ નાયક...કડી.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


B-5/104, Platinum Park, Causeway Link Road, Dabholi, Katargam
Surat
395004

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm