Nisarg
આ પેજમાં પ્રકાશિત થતી દરેક રચના , લેખ , ?
07/06/2026
07/06/2026
પાટણમાં તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન: 'રક્તદાન એ જ જીવનદાન'
પાટણ:
પાટણ સ્થિત તપોધન બ્રાહ્મણ સમાજની વાડી ખાતે આજે સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલ અને યુવા ટીમ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ પવિત્ર કાર્યમાં સમાજના અનેક યુવક-યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૩ ના નગરસેવકો શ્રી ગોપાલભાઈ રાજપુત, શ્રીમતી વિજયાબેન બારોટ અને શ્રી ગૌરવભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિત રહી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી સર્વશ્રી હર્ષદભાઈ રાવલ અને પીયૂષભાઈ આચાર્યને આમંત્રિત મહેમાન તરીકે વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સમાજના વિદ્વાન આગેવાનોના હસ્તે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી શ્રી પીયૂષભાઈ આચાર્યએ રક્તદાનના મહિમા વિશે જણાવતા કહ્યું હતું કે, "રક્તદાન એ જ સાચું જીવનદાન છે. મૃત્યુ સામે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદો માટે એક રક્તબિંદુ પણ નવું જીવન બક્ષી શકે છે." તેમણે રક્તદાનના આ સેવાકીય કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સેવાભાવી કાર્યોમાં યુવાનોને જોડાવા અને મંદિર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. અંતમાં, તેમને સન્માનિત કરવા બદલ સમાજના પ્રમુખ સહિત તમામનો આભાર માન્યો હતો.
આ કેમ્પનું આયોજન પાટણ રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્ય બદલ રોટરી ક્લબના કાર્યકરોની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી અને રોટરી ક્લબ દ્વારા આયોજક સંસ્થાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
05/06/2026
પાટણના નવનિયુક્ત કલેક્ટર પ્રશાંત જીલોવાનું જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને બ્રહ્મસમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
વૈદિક મંત્રોચ્ચાર અને આશીર્વાદ સાથે પ્રશાસનિક વડાને આવકારાયા: ઐતિહાસિક ધરા પર સુશાસન અને સાંસ્કૃતિક સંવર્ધનનો વિશ્વાસ વ્યક્ત કરાયો
પાટણ:
પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાનું શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રતિનિધિઓ દ્વારા ભાવભર્યું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ શુભેચ્છા મુલાકાત પ્રશાસન અને સમાજ વચ્ચેના સુમેળનું ઉત્તમ પ્રતિક બની રહી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષભાઈ આચાર્યએ પાટણની ગૌરવગાથાની પ્રસ્તુતિ કરતા જણાવ્યું હતું કે, "વિશ્વવિખ્યાત રાણકી વાવ, ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમૃદ્ધ જ્ઞાનપરંપરાના કારણે પાટણ સમગ્ર વિશ્વમાં એક અજોડ અને ગરિમાપૂર્ણ સ્થાન ધરાવે છે." આ સાથે તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કલેક્ટરશ્રીના સક્ષમ અને કુશળ નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને સાંસ્કૃતિક સંવર્ધનના નવા સોપાનો સર કરશે.
આ મંગલ અવસરે ઉપસ્થિત અગ્રણીઓ અને વિદ્વાન ભૂદેવો દ્વારા કલેક્ટરશ્રીને શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સનાતન ધર્મના ઉચ્ચ મૂલ્યો તેમજ ભારતીય સંસ્કૃતિના તત્ત્વોને ઉજાગર કરતા પ્રેરણાદાયી પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કરાયુ હતુ . કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના કાર્યકાળની સફળતા, યશ તેમજ લોકકલ્યાણ માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. મુલાકાતના અંતમાં આચાર્ય પિયુષભાઈ આચાર્ય તથા પાટણના અગ્રણી અને ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ બારોટે નવનિયુક્ત કલેક્ટરશ્રીને સપરિવાર શ્રી જગન્નાથજી મંદિર ખાતે આયોજિત થતા વિવિધ પરંપરાગત ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મહોત્સવોમાં ઉપસ્થિત રહેવા માટે સ્નેહપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું.
05/06/2026
લિંક કૉમેન્ટમાં : 'ધીરેન્દ્રનો પરિવાર ગરીબ હતો. માગીને માગીને ભોજન કરતો. પૂજા-પાઠમાં જે દક્ષિણા મળતી તેમાંથી ગુજરાન ચાલતું,' બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાકહાણી
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Patan
384265