District Rural Development Agency, Patan

District Rural Development Agency, Patan

Share

Official page drda patan

26/03/2026

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવની શુભકામનાઓ..

આ પવિત્ર દિવસે આપણે સૌ સત્ય,ધર્મ અને કર્તવ્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ..

સ્વછતા,વિકાસ અને સમૃદ્ધિ તરફ એક પગલું આગળ વધારીએ.

12/03/2026

આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા દ્વારા પાટણ જીલ્લાના ચાર તાલુકા સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકાનાં CLF લીડર તેમજ ફાર્મ તથા નોન ફાર્મ સેક્ટરમાં સારી પ્રવૃત્તિ કરતા SHG મેમ્બર્સ સાથે મીટીંગનું આયોજન જીલ્લા પંચાયત પાટણ ખાતે કરવામાં આવ્યું, જેમાં CIF ૨કમનો ઉપયોગ, ફાર્મ તથા નોન- ફાર્મ સેક્ટરમાં SHG મેમ્બર્સને પડતા પડકારો અને તેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી.

08/03/2026

🌸 શક્તિશાળી મહિલા – સમૃદ્ધ ગામ – વિકસિત ભારત 🌸
મહિલા સશક્તિકરણથી ગ્રામ વિકાસને નવી દિશા.

04/03/2026

આ ધૂળેટીએ વિકાસના રંગોથી ગામ ગૌરવશાળી બનાવીએ !
ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

02/03/2026

આ પવિત્ર હોળિકા દહન પર અશિક્ષણ અને બેદરકારીને પણ દહન કરીએ. આવો, હોળિકા દહનને સામાજિક જાગૃતિ અને વિકાસનો પ્રતીક બનાવીએ.

24/02/2026

નિયામક શ્રી એ.ડી.વણજારા દ્વારા સિદ્ધપુર ખાતે “મંગલમ કેન્ટીન” નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કેન્ટીન પ્રાર્થના સખી મંડળ દ્વારા સંચાલિત છે, જેનો મુખ્ય હેતુ સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ભોજન સાથે મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક પ્રદાન કરવાનો છે.

📍 સરનામું : G-67, તિરુપતિ પ્લાઝા, સિદ્ધપુર

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ પહેલ સ્થાનિક સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપશે.

20/02/2026

આજ રોજ નિયામક શ્રી એ.ડી.વણજારા ના અધ્યક્ષ સ્થાને SBM-G, PMAY-G, VB-G RAM G, NRLM યોજનાઓના જિલ્લા અને તાલુકા કક્ષાના સ્ટાફની સમીક્ષા બેઠક યોજવામાં આવી.

19/02/2026

આજ રોજ સરસ્વતી તાલુકાના તલાટી શ્રીઓ સાથે ગ્રામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.

19/02/2026

આજ રોજ પાટણ તાલુકાના તલાટી શ્રીઓ સાથે ગ્રામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.

18/02/2026

આજ રોજ પાટણ તાલુકાના ઈલમપુર ગામના ગ્રામ વિકાસની તમામ યોજનાકીય સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ મનરેગા અંતર્ગત બનેલ વ્યક્તિગત હોલીયા, બાગાયત વનીકરણ અને ઘાસચારા વાવેતર તથા PMAY આવાસ ના કામોની મુલાકાત લેવામાં આવી.

.information

18/02/2026

આજ રોજ પાટણ તાલુકાના મહેમદપુર ગામના ગ્રામ વિકાસની તમામ યોજનાકીય રિવ્યું લેવામાં આવ્યા, ત્યારબાદ SBM-G અંતર્ગત બનેલ સેગ્રીગેશન શેડ, સામુહિક કંપોસ્ટ પીટ અને સામુહિક સોકપીટ કામોની વિઝીટ કરવામાં આવી.

.information

26/01/2026

માન. મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના યોજનાકીય ટેબ્લોઝ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો ...

.information .mahida.bjp

Want your organization to be the top-listed Government Service in Patan?
Click here to claim your Sponsored Listing.

Address


Raj Mahel Road
Patan
384265