Model Career Center - Modasa
District Employment Office - Modasa (Arvalli) જીલ્લા રોજગાર કચેરી-મોડાસા
20/12/2024
જિલ્લા રોજગાર કચેરી - મોડાસા અને આર્ટસ કોલેજ મોડાસાના સયુંકત ઉપક્રમે તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભામાશા હોલ,આર્ટસ કોલેજ કેમ્પસ,ધનસુરા રોડ,મોડાસા ખાતે યોજાનાર છે.
આ ભરતીમેળામાં ધો.૧૦ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવું તેમજ અહી દર્શાવેલ લીંક માં ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું.
https://forms.gle/Yz8ReEsb7s2Y7v1u5
08/11/2024
પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના
બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક.
ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.
07/11/2024
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ભારત સરકાર) માં ડિપ્લોમા ટ્રેઈની (ઈલેક્ટ્રીકલ / સિવિલ),જુનીયર ઓફિસર ટ્રેઈની (HR /F&A) અને આસી.ટ્રેઈની (F&A) ની વિવિધ જગ્યાઓની જાહેરાત..
અરજી કરવા માટે ની વેબ સાઈટ :- https://www.powergrid.in
અરજી કરવાની છેલ્લી તારીખ :- ૧૨/૧૧/૨૦૨૪
17/10/2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓની જાહેરાત OJAS GPSC પર આવેલ છે,ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૦/૧૦/૨૪ છે.
જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા ના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/ પેરામિલેટ્રી ફોર્સ તથા પોલીસફોર્સ વગેરે માં જોડાવવા ઉમેદવારો ને ભરતીપૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા ની ધનિષ્ઠ ૩૦-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે" આપવા માટે ના તાલીમ વર્ગ જનરલ ઉમેદવારો માટે એક તથા અનું.જનજાતીના ઉમેદવારો માટે એક એમ કુલ બે વર્ગો શરુ કરવામાં આવનારા છે
આ નિવાસી તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ તથા ધો.૧૨માં ઓછા માં ઓછા ૫૦% સાથે પાસ ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં ૧૭-૧/૨ થી ૨૧ વર્ષ, વજન : ૫૦ કિલોગ્રામ, છાતી : ૭૭ થી ૮૨ સે.મી., ઉંચાઇ : ૧૬૮ સે.મી. ની લાયકાત ધરાવતા ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે.
આ નિવાસી તાલીમ નો સમયગાળો દિન-૩૦નો રહેશે, તાલીમના સ્થળે રહેવા -જમવા ની સગવડ "વિનામુલ્યે" પૂરી પાડવામાં આવશે.
આ નિવાસી તાલીમ માં ઉમેદવારે ૩૦-દિવસ દરમિયાન તાલીમ સ્થળે ફરજીયાત રોકાણ કરીને તાલીમ મેળવવાની રહેશે.
આ તાલીમ માં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,તથા છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ,લાંબો કુદકો, પુલ અપ્સ વગેરેની શારીરિક ક્ષમતા ની તાલીમ તથા અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન ની ભરતીને અનુરૂપ ફીજીકલ તેમજ લેખિત તાલીમ આપવામાં આવશે.
તાલીમના સમયગાળા દરમિયાન આ નિવાસી તાલીમ લેનાર ઉમેદવારને નિયમાનુસાર સ્ટાઇપેંડ ચૂકવામાં આવશે.
આ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ:૧૮/૦૯/૨૦૨૪ સુધીમાં નજીકની રોજગાર વિનિમય કચેરી,મોડાસા ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં ૨ પાસપોર્ટ સાઈઝ ફોટા,એલસી,તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઉમેદવાર ના બેંક એકાઉન્ટ પાસબુકની નકલ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જેથી આ નિવાસી તાલીમવર્ગ સમયસર શરુ કરી શકાય.
23/08/2024
National Space Day - 2024
26/02/2024
કૌશલ્યા,ધી સ્કીલ યુનીવર્સીટી તેમજ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી,અમદાવાદના સયુંકત ઉપક્રમે આયોજિત "ક્લસ્ટર લેવલ મેગા રોજગાર ભરતીમેળોનું આયોજન તા.૨૭-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે" કરવામાં આવેલ છે.આ ભરતીમેળામાં નીચે મુજબની કંપનીઓના નોકરીદાતા હાજર રહશે.
સ્થળ:કૌશલ્યા,ધી સ્કીલ યુનીવર્સીટી,મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યુટ,માનવ મંદિર સામે,મેમનગર,અમદાવાદ.
19/02/2024
જિલ્લા રોજગાર કચેરી - મોડાસા ધ્વારા તા.૨૦/૦૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રોજગારવાંછું ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર જિલ્લાકક્ષાના મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
લાયકાત: ધો.૧૦ પાસ/૧૨ પાસ/ITI/સ્નાતક અને ડિપ્લોમા.
ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ
સ્થળ: સરકારી એન્જીનીયરીંગ કોલેજ કેમ્પસ,શામળાજી રોડ,મોડાસા, જિ.અરવલ્લી.
તારીખ: ૨૦/૦૨/૨૦૨૪, સમય: સવારે ૧૦:૦૦ કલાકે.
27/12/2023
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ( જી.એસ.ઈ.સી.એલ.) - ગાંધીનગર ખાતે એપ્રેન્ટેશીપ કરવાની સુવર્ણતક..
અરજીકરવા માટે https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity પર જઈ Apprentice Opportunity માં Thermal Power Station Gandhinagar (GSECL) પર સર્ચ કરી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન એપ્લાય કરી શકાશે.
19/12/2023
ભરતીમેળો.... ભરતીમેળો....
જિલ્લા રોજગાર કચેરી - મોડાસા ધ્વારા તા.૨૧/૧૨/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના રોજગારવાંછું ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ઔધોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
લાયકાત: ધો.૧૦ પાસ / ૧૨ પાસ / ITI અને ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ
ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ
સ્થળ: ગોપાલ સ્નેક્સ લી., મુ.પો.રહીયોલ,તા.ધનસુરા, જિ.અરવલ્લી.
તારીખ: ૨૧/૧૨/૨૦૨૩ (ગુરુવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે.
16/12/2023
ભરતીમેળો.... ભરતીમેળો....
જિલ્લા રોજગાર કચેરી - મોડાસા ધ્વારા તા.૧૩/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના રોજગારવાંછું ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ઔધોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
લાયકાત: ધો.૧૦ પાસ / ૧૨ પાસ / ITI અને સ્નાતક
ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ
સ્થળ: આઈ.ટી.આઈ. - મેઘરજ, મુ.પો.તા.મેઘરજ, જિ.અરવલ્લી.
તારીખ: ૧૩/૧૨/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે.
12/12/2023
ભરતીમેળો.... ભરતીમેળો....
જિલ્લા રોજગાર કચેરી - મોડાસા ધ્વારા તા.૧૩/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાના રોજગારવાંછું ઉમેદવારોને ખાનગી એકમમાં રોજગારી મળી રહે તે હેતુસર ઔધોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
લાયકાત: ધો.૧૦ પાસ / ૧૨ પાસ / ITI અને સ્નાતક
ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ
સ્થળ: આઈ.ટી.આઈ. - મેઘરજ, મુ.પો.તા.મેઘરજ, જિ.અરવલ્લી.
તારીખ: ૧૩/૧૨/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે.
Click here to claim your Sponsored Listing.
Contact the business
Address
C/S/12, Collector Office Building, Shamlaji Road
Modasa
383315
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |