Rashoi Ka Raja
RASHOI KA RAJA
30/11/2022
ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય તેવી મોહનથાળ બનાવવાની સરળ રીત ખુબજ ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય તેવી મોહનથાળ બનાવવાની રીત શીખીએ, મોહન થાળ બનાવવાની રીત,mohanthal banavani rit, mohanthal recipe in gujarati
સમોસા રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે) બહાર દુકાન જેવા સમોસા
સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેમાં તેની ક્રિસ્પી (ખસ્તા) બહારની સપાટી મેંદાથી બનેલી હોય છે અને અંદર બાફેલા બટાકાં, વટાણા અને મસાલાઓનું મિશ્રણ ભરેલું હોય છે. આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. તેને તમે તમારી પસંદગી પ્રમાણે વધારે અથવા ઓછા તીખા અને ખાટા બનાવી શકો છો. તો આવો આજે આપણે નીચે આપેલી સ્ટેપ બાય સ્ટેપ રેસીપીની મદદથી ઘરે સમોસા બનાવતા શીખીએ અને જો તમે મેહમાનો માટે સમોસા પહેલાથી જ બનાવીને રાખવા ઈચ્છો છો તો ટીપ્સનો વિભાગ જોવાનું ન ભુલશો.
How to Make Aloo Samosa
પૂર્વ તૈયારીનો સમય: ૧૫ મિનિટ
પકાવવાનો સમય: ૩૫ મિનિટ
કેટલા લોકો માટે: ૧૨ સમોસા
બહારની સપાટી માટે સામગ્રી:
૧ & ૧/૨ કપ મેંદો
૧ ટીસ્પૂન અજમો
૩ ટેબલસ્પૂન ઘી/તેલ
મીઠું, સ્વાદ અનુસાર
મસાલા માટે સામગ્રી:
૩ મધ્યમ બટાકાં
૧/૨ કપ લીલા વટાણાના દાણા
૧/૨ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું ની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
૧ ટીસ્પૂન ધાણાજીરું
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
૧ ટીસ્પૂન આમચૂર પાઉડર/લીંબુનો રસ
૧ ટીસ્પૂન વરિયાળી નો પાઉડર
૫-૬ ફુદીના ના પાન, કાપેલા (વૈકલ્પિક)
૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા (કોથમીર)
મીઠું સ્વાદ પ્રમાણે૨ ટેબલસ્પૂન + તળવા માટે તેલ
નોંધ:
તમે લીલા વટાણા, ફ્રોજન વટાણા અથવા સૂકા વટાણા – આ ત્રણમાંથી કોઈપણ નો ઉપલબ્ધતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો.
જો તમે ફ્રોજન વટાણાનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને બાફવાની જરૂર નથી. જો તમે લીલા વટાણાનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને બટાકાંની સાથે બાફી લો. જો તમે સૂકા વટાણાનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને ૫-૬ કલાક માટે પાણીમાં પલાળી દો અને પછી બટાકાંની સાથે બાફો.
એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકાંને મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો અથવા વરાળમાં નરમ થાય ત્યાં સુધી પકાવો. તેને બાફયા પછી એક મોટી ચાળણીમાં કાઢો જેથી તેમાથી વધારાનું પાણી નીકળી જાય. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.
જ્યારે બટાકાં બફાઈ રહ્યા હોય ત્યારે સમોસાની બહારની સપાટી માટે લોટ બાંધી લો. એક કાથરોટમાં મેંદો, અજમો, ૩ ટેબલસ્પૂન ઘી (અથવા તેલ) અને મીઠું લો.
તેને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તમે મિશ્રણમાં થોડું થોડું પાણી નાખોં અને (પરોઠાના લોટ કરતાં થોડો સખત) થોડો કઠણ લોટ બાંધો. લોટને ભીના મલમલના કપડાથી અથવા થાળીથી ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખો.
હવે સમોસામાં ભરવા માટે મસાલો બનાવવાનું શરૂ કરીએ. એક કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું અને લીલા મરચાં-આદુંની પેસ્ટ નાખોં અને એક મિનિટ માટે સાંતળો.
તેમાં બાફેલા લીલા વટાણાના દાણા નાખોં અને ૧ મિનિટ માટે સાંતળો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર અને વરિયાળીનો પાઉડર નાખોં.
તેને એક મિનિટ માટે સાંતળો
તેમાં કાપેલા/મેશ કરેલા બટાકાં અને મીઠું નાખોં (જો તમે બટાકાં બાફતી વખતે મીઠું નથી નાખ્યું તો જ મીઠું નાખોં).
તેને બરાબર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ માટે પકાવો. તેમાં લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીને બરાબર મિક્ષ કરો.
ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર (થોડી મિનિટ) માટે ઠંડુ થવા દો.
૧૫-૨૦ મિનિટ પછી, ભીનું કપડું હટાવો અને લોટને નરમ થાય ત્યાં સુધી મસળો. તેને ૬ ભાગોમાં વહેંચો અને ગોળા બનાવો.
એક લોટનો ગોળો લો અને તેને ચપટો બનાવવા માટે તમારી હથેળીઓની વચ્ચે હલ્કું દબાવો. તેને પાટલીની ઉપર મૂકો અને વેલણથી લગભગ ૫-૬ ઇંચ વ્યાસવાળી ગોળ આકારની પુરીમાં વણો. તેને વચ્ચેથી ચાકૂથી કાપો
જ્યાંથી કાપ્યું છે તે બાજુની કિનારીની સપાટી ભીની કરવા માટે એક બ્રશથી અથવા તો આંગળી ભીની કરીને પાણી લગાવો (સીધી કિનારી પર – ફોટામાં બતાવ્યુ છે).
એક કાપેલો ભાગ લો અને તેને શંકુ (કોન) જેવો આકાર આપવા માટે બંને બાજુ (કિનારીઓ) થી વાળો (એક સાઈડ ની ઉપર આવે એ રીતે) અને તેને સીલ (બંધ) કરવા માટે બંને કિનારીઓને દબાવો જેથી તેનો આકાર શંકુ જેવો થઈ જાય.
તેનો શંકુ જેવો આકાર બનાવી રાખવા માટે તેમાં એક વટાણાનો દાણો નાખોં.
તેમાં ૨-૩ ટેબલસ્પૂન મસાલો નાખોં. વધારે મસાલો ન નાખોં નહીતર પછીના સ્ટેપમાં ઉપરની કિનારીને બરાબર બંધ નહીં કરી શકો.
ભીની આંગળી અથવા એક બ્રશથી ઉપરની કિનારીઓને ભીની કરો અને તેને સીલ (બંધ) કરવા માટે તમારા અંગૂઠા અને આંગળીથી જોરથી દબાવો. આ જ રીતે બધા સમોસા બનાવો.
એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમાં ૨-૩ સમોસા (ઓછા અથવા વધારે, કડાઈના આકાર અનુસાર) નાખોં અને આંચને ઓછી કરો.
જો તમે મેહમાન માટે તેને પહેલાથી બનાવી રાખવા માંગતા હોય તો જ્યારે તે હલ્કા બદામી રંગના થવા લાગે ત્યારે તેને કાઢી લો અને પીરસવાના સમયે ફરીથી તેને ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી તળો. જો તમે તેને ડબલ ફ્રાઈ (બે વાર તળવું) કરવા નથી ઇચ્છતા તો તેને આ સ્ટેપમાં તેલમાંથી ન કાઢો.
તેને મધ્યમ-ઓછી આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. એક થાળીમાં તળેલા સમોસાને કાઢો અને લીલી ચટણી અને ટોમેટો કેચપની સાથે પીરસો.
ટીપ્સ અને વિવિધતા:
સારો ત્રિકોણ આકાર આપવા માટે સમોસા બનાવવાના મશીનનો ઉપયોગ કરો.
તેને બહુ વધારે આંચ પર ન તળો. તેને મધ્યમ-ઓછી આંચ પર તળો.
જો તમે મેહમાનો માટે સમોસા પહેલાથી જ (૩-૪ કલાક પહેલાથી જ) બનાવીને રાખવા ઈચ્છો છો તો તેને બે વાર તેલમાં તળો, ૧- સ્ટેપ-૧૮માં તેને હલ્કા બદામી થાય ત્યાં સુધી તળો અને પછી તેલમાંથી કાઢો, ૨- પીરસતી વખતે તેને ફરીથી ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી તળો.
પંજાબી સમોસા બનાવવા માટે, મસાલામાં બારીક સમારેલી ડુંગળી અને પનીર નાખોં.
સમોસા ચાટ બનાવવા માટે, તેને રગડો (અથવા છોલે), દહીં, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, કાપેલી ડુંગળી અને સેવની સાથે પીરસો.
સ્વાદ: ક્રિસ્પી અને મસાલેદાર
પીરસવાની રીત: સમોસાને ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી અથવા ખજૂર-આંબલીની ચટણી અથવા ટામેટાંની ચટણીની સાથે પીરસી શકાય છે. તેને કાપેલી ડુંગળી, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, સેવ અને દહીંથી સજાવો અને એક સમોસા ચાટના રૂપે પણ પીરસી શકો છો.
ફક્ત ૧૦ મિનીટ માં ઘરે જલેબી બનાવવાંની રીત
જલેબી બનાવવાની રીત: શું તમને જલેબી ખુબ જ પ્રિય છે? પણ જલેબી બનાવતા નથી આવડતી? જો તમારો જવાબ ના હોય તો તમે કોઈ ચિંતા ના કરશો, આજે તમે એકદમ સરળ રીતે, ઘરે ૧૦ જ મિનીટ માં જલેબીની રેસિપી શીખી જશો. આજે અમે તમારી માટે જલેબીની રેસીપી લઈને આવ્યા છીએ, તો રેસિપી જોવાનું ભૂલશો નહી સાથે રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહી. તો ચલો રેસિપી જોઈ લઈએ.
સામગ્રીઃ
૧ કપ / ૧૫૦ ગ્રામ મેદા નો લોટ
૪ ચમચી મકાઈનો લોટ
૪ ચમચી ખાટું દહીં
૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા/ ખાવાનો સોડા
૧/૪ ચમચી પીળો રંગ( કલર માટે)
૧૫૦ મિલી અથવા 1 કપ પાણી
જલેબી ફ્રાય કરવાં તેલ અથવા ઘી
ખાંડની ચાસણી બનાવવા માટે
૧ કપ ખાંડ( મેદા માટે જે કપ લીધો હોય તે પ્રમાણે)
અડધો કપ પાણી
૩ એલ.ચી
થોડાક કેસરી સેર
લીંબુનો રસ જલેબી બનાવવાની રીત:
મિક્સિંગ બાઉલમાં મેદા નો લોટ, મકાઈ નો લોટ(કોર્નફ્લોર), દહીં, બેકિંગ સોડા, પીળો ખાવાનો કલર અને પાણી ઉમેરો. સારી રીતે ભેળવી દો.
જલેબી નુ બટર હાથમાંથી જલેબી સહેલાઈથી પાડી શકાય તેટલું પાતળુ બટર બનાવી લો.
બટર ૫-૧૦ મિનિટ માટે ઢાંકીને મુકી દો.
હવે એક પેનમાં ખાંડ નાખો. પાણી ઉમેરો અને ખાંડ સાથે મિક્સ કરો અને બરોબર હલાવી દો.
ખાંડ બરાબર ઉકળવા આવે એટલે તેમાં એલચીનો પાઉડર, કેસરનો ભૂકો અને લીંબુનો રસ નાખો.
ચાસણી અડધા તાર ની બનાવવી,ચાસણી વધુ ઘટ્ટ ન બનાવવી. ચાસણી તૈયાર થયા પછી ગેસ ને બંધ કરી, ચાસણી ને ઢાંકી ને મુકો. ચાસણી ગરમ રાખો જ્યારે તમે જલેબી બનાવો.
જલેબી ના બટરને બોટલ અથવા પ્લાસ્ટિકની થેલીમાં લઈ લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં મધ્યમ ગેસ પર ગોળાકાર જલેબી બનાવો.
બંને બાજુથી એકદમ ક્રિસ્પી જલેબી તળી લો. ગરમા ગરમ જલેબી ને તરત જ ગરમ ખાંડની ચાસણીમાં નાંખો. જલેબીને ખાંડની ચાસણીમાં ૩૦ સેકંડ થી એક મિનિટ સુધી રાખો.
ખાંડની ચાસણીમાંથી જલેબી ને બહાર કાઢી દૂધ અને રબડી સાથે પીરસી શકો છો.
નોંધ લેવી
દહીં જલેબી માં ખટાશ લાવે છે.
જલેબી નું બટર એકવાર ચેક કરી લેવુ, તે વધુ કઠણ ન હોવું જોઈએ, એકદમ સરળ સહેલાઈથી જલેબી પાળી શકીએ એવુ છે કે નહી તે ચેક કરો.
જલેબી તળતી વખતે તેલ મધ્યમ ગરમ હોવુ જોઈએ.
તળેલી જલેબી સીધી ગરમ ખાંડની ચાસણીમાં નાંખો.

16/11/2022
Ni
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Shop No 302 Sector 24
Gandhinagar