Artist Ramesh Gohil

Artist Ramesh Gohil

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Artist Ramesh Gohil, Artist, Bhavnagar.

Photos from Artist Ramesh Gohil's post 12/07/2025

આ સુંદર તસવીર ભાવનગરના કલાકારો માટે તથા મારા માટે આજે આ ઐતિહાસિક તસવીર બની રહેશે સાલ 1979 ની સાલમાં ભાવનગર ખાતે સરદાર સ્મૃતિ આર્ટ ગેલેરીમાં તે સમયની જાણીતી ચિત્રકારોની આકાર સંસ્થા દ્વારા એ ખૂબ જ સુંદર ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ જેમાં ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્ય શ્રી પોપટલાલ વ્યાસ ગુજરાત તેમજ ભારતના સુપ્રસિદ્ધ ચિત્રકાર અને કલા ગુરુ સોમાલાલ શાહ તેમજ જાણીતા પ્રસિદ્ધ ભારત ના ચિત્રકાર શ્રી કુમાર મંગળસિંહજી લાઠી સજોડે તથા કલા ગુરુ શ્રી ખોડીદાસભાઇ પરમાર શ્રી ડાયાભાઈ અજવાળીયા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ શ્રી ચંદુભાઈ પંડ્યા શ્રી મનહરભાઈ સોલંકી શ્રી ભરતભાઈ માલી શ્રી બકુલભાઈ રાજપુરા શ્રીમતી અંજલીબેન ભીમાણી દેવીલાબેન સોમાણી શ્રી રજનીભાઈ કનાડા શ્રી ધનસુખભાઈ ઓઝા નીચેની હરોળમાં બેઠેલા ભાવનગરના ચિત્રકાર અને લોકકલાકાર રમેશ ગોહિલ આ તસ્વીરમાં જોવા મળે છે

10/07/2025

ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુજીને વંદન 🙏કલા ગુરુ શ્રી ખોડીદાસભાઇ પરમાર અને દાદા ગુરુ શ્રી સોમાલાલભાઈ શાહ સાથે કાલા વર્ગના વિદ્યાર્થીઓ ની સાથે મારી એક યાદગાર તસવીર 🎨🖌️

15/04/2025

કલાના રંગોથી ભરેલી એ પીછી
ખળખળ વહેતી એ રંગોની પીંછી
એવી ચાલે છે એ રંગ પિચકારી
હૃદય સ્પર્શે છે એની કલાકારી

વિશ્વકલા દિવસની આપ સર્વેને રંગો ભરી ખુબ ખુબ શુભેચ્છાઓ

04/01/2025

નવ વર્ષની શુભ શરૂઆત, SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ચિત્રકામ કરવાનું શુભ અવસર પ્રાપ્ત થયો. જેમાં ચિત્રકાર રમેશ ગોહિલ, કૌશલ ગોહિલ, તથા સુલેખન કૌશલ શિયાળ દ્વારા કરેલ. પૂજ્ય સ્વામી શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત થયા જય શ્રી સ્વામિનારાયણ🎨🖌️

Photos from Artist Ramesh Gohil's post 24/09/2024

રાષ્ટ્રીય લેવલે ભારતીય ખોરાક અને કલાના પ્રમોટર તરીકે જાણીતા શ્રી હિમાચલભાઈ મહેતાએ ભાવનગરના લોક કલાના ચિત્રકાર રમેશભાઈ ગોહિલનું "રાધાકૃષ્ણ" નું ચિત્ર ખરીદ કરી પ્રોત્સાહિત કરેલ છે. આ માટે શ્રી હિમાચલભાઈ અને અજયભાઈ ચૌહાણ નો ખુબ ખુબ આભાર

24/08/2024

આપણા લોક તહેવારો
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા,પાત્રા, તળેલા મરચાં, તીખી સેવ, ખીર અને મિષ્ઠાન.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે.

22/08/2024

આજનું આલેખન આપણા લોક તહેવારો "બોળ ચોથ"

06/07/2024

અષાઢ મહિનાનો પ્રથમ દિવસ મહાકવિ કાલિદાસની ઉત્તમ ગ્રંથ મેઘદૂત બનાવવામાં આવેલ વિરહી યક્ષિણી નું ચિત્ર જે કવિ કાલિદાસ સમારોહમાં પ્રદર્શનમાં પસંદગી પામેલ હતું
લોકલ ના ચિત્રકાર રમેશ ગોહિલ

04/07/2024

Painting For sale

Photos from Artist Ramesh Gohil's post 21/04/2024

નવું ચિત્રકામ... ગ્રામ વિહાર, લીમડી

Photos from Artist Ramesh Gohil's post 22/02/2024

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માતંગીમાં ના પાટોત્સવ નિમિત્તે સરદાર નગર ખાતે માતંગીમાં ના મંદિર પરિસરમાં માતાજીની અસીમ કૃપાથી આ વર્ષે પણ ચિત્ર કરવાનો અવસર મળ્યો હતો.🙏🙏 મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ પારેખ ના માર્ગદર્શન હેઠળ ચિત્રકામ કરવામાં આવ્યું હતું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર

Want your public figure to be the top-listed Public Figure in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Bhavnagar
364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006