Shiva Solanki

Shiva Solanki

Share

Vice President Nagarpalika KODINAR
Youth Icon

06/18/2026

દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરમ શાંતિ પ્રદાન કરે. તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. 🙏"

06/17/2026

તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ જનકલ્યાણ શિબિર અંતર્ગત નગરપાલિકા, કોડીનાર ખાતે મનોદિવ્યાંગ દિકરી જસ્મિતાબેનના આધારકાર્ડની પ્રક્રિયા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

મામલતદારશ્રી ભાસ્કર સાહેબે આ સંવેદનશીલ કામગીરીને અગ્રતા આપી સ્વયં ઉપસ્થિત રહી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાવી, જે પ્રશંસનીય છે.

જસ્મિતાબેનના માતા-પિતાએ આ માનવતાભર્યા કાર્ય બદલ માનનીય મંત્રીશ્રી Dr Pradyuman Vaja સાહેબ,તથા પૂર્વ સાંસદ શ્રી Dinu Solanki જીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ સમગ્ર પ્રક્રિયામાં નિમિત્ત બનવા બદલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી #શારદાબેન_બાંભણીયાનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો.

જનકલ્યાણ માટે સંવેદનશીલતા અને સેવાભાવ સાથે કરવામાં આવેલ આ કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Photos from Shiva Solanki's post 06/15/2026

✨ અવિરત ૧૨ વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના... ✨

યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને વડનગર જિલ્લા પંચાયતના #દુદાણા મુકામે ભવ્ય 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્થાનિક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાકીય લાભો અને કિટ્સનું મારા હસ્તે કરવામાં આવ્યું.

🌳 "એક પેડ મા કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ 🌳

આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ દ્વારા શરૂ કરાયેલા વૈશ્વિક અભિયાન “એક પેડ મા કે નામ” અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને પર્યાવરણ સંરક્ષણ સાથે હરિયાળા ભવિષ્યના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

👥 કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો:

શ્રીમતી શારદાબેન બાભણીયા (ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત)
શ્રી દર્પિતભાઈ ડોડીયા (દંડક, જિલ્લા પંચાયત)
શ્રી દિલીપભાઈ મોરી (સદસ્ય, જિલ્લા પંચાયત)
શ્રી વિશાલભાઈ ગાધે (સદસ્ય, જિલ્લા પંચાયત)

આ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, સરપંચશ્રીઓ, બૂથ પ્રમુખો, શક્તિકેન્દ્રના સંયોજકો, સહકારી ક્ષેત્રના આગેવાનો, પક્ષના ઉત્સાહી કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

06/15/2026

શ્રદ્ધાંજલિ..
પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુને પ્રાર્થના..

ૐ શાંતિ શાંતિ શાંતિ.,.

🙏🌹🙏

Photos from Shiva Solanki's post 06/14/2026

માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
​રાષ્ટ્રનિર્માણ અને લોકકલ્યાણની આ યાત્રાને જન-જન સુધી પહોંચાડવા માટે આપ સૌ ઉત્સાહી કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિ અનિવાર્ય છે.
​📍 કાર્યક્રમ સ્થળ:
૧. દૂદાણા
૨. મુળદ્વારકા
​"રાષ્ટ્ર પ્રથમ" ના સંકલ્પ સાથે, ચાલો આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનીએ.
​નમ્ર અપીલ છે કે દરેક કાર્યકર્તા મિત્રો, હોદ્દેદારો અને સ્નેહીજનો આ કાર્યક્રમોમાં સમયસર અને અવશ્ય હાજરી આપે તથા કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવે.
​ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ!

Photos from Shiva Solanki's post 06/13/2026

ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) દ્વારા કોડીનાર સુગર ફેક્ટરીનું અધિગ્રહણ કરવામાં આવ્યા બાદ આજે IFFCO નાં ચેરમેનશ્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ,પૂર્વ સાંસદ શ્રી Dinu Solanki જી,તથા સ્થાનિક સહકારી આગેવાનો સાથે ફેક્ટરીની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ફેક્ટરીની કાર્યપદ્ધતિ, ઉત્પાદન ક્ષમતા, ભાવિ વિકાસ યોજનાઓ તથા સ્થાનિક ખેડૂતો અને સહકારી ક્ષેત્રને મળનારા લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તથા પ્રદેશના આર્થિક વિકાસમાં ફેક્ટરીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

Bhupendra Patel Harsh Sanghavi Jagdish Panchal

Photos from Shiva Solanki's post 06/13/2026

મારા સ્વર્ગીય પુત્ર મીત શિવાભાઈ સોલંકીના સ્મરણાર્થે કોડીનાર ખાતે ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે શરૂ કરાયેલા આદર્શ લાઈવ (All In One) સંપૂર્ણ નિઃશુલ્ક કોર્સ ના ઉદ્ઘાટન કાર્યકમ માં ઉપસ્થિત રહી ઓનલાઈન કોર્સનું લોન્ચિંગ કર્યું

આ પહેલ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં માર્ગદર્શક બની તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.

આ કાર્યક્રમમાં કોડીનાર ધારાસભ્ય અને અને ગુજરાત સરકારના માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી Dr Pradyuman Vaja સાહેબ સ્થાનિક આગેવાનો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Want your public figure to be the top-listed Public Figure in Dallas?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Dallas, TX