DivyaSurat
સાચી ખબર • ઝડપી અપડેટ • જનતાની અવાજ
Surat | Gujarat | Ground Reality
News with proof, not rumours 🔥
#divyasuratdigitalnews
08/06/2026
સુરતની લાઇફલાઇન હોસ્પિટલમાં શેર ટ્રાન્સફરને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ હોસ્પિટલના મુખ્ય સંચાલક અને સિનિયર ડિરેક્ટર ડૉ. હિરેન શાહે સાથી તબીબોના શેર પોતાના, પત્ની અને બહેનના નામે ટ્રાન્સફર કરીને હોસ્પિટલમાં આશરે 50 ટકા માલિકી ગેરરીતે પોતાના નિયંત્રણમાં લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિરેક્ટરો અને અન્ય સિનિયર તબીબોને અંધારામાં રાખીને હોસ્પિટલ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે રૂ. 16.92 લાખની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં શેર ટ્રાન્સફરની પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હતી. આ મામલે ડૉ. નનેશ પટેલે ઈકો સેલમાં રજૂઆત કરી હતી, જેમાં કરોડોની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ડૉ. હિરેન વિપીનચંદ્ર શાહ, પીનલ શાહ, શ્વેતા શાહ તેમજ પૂર્વ ભાગીદાર ડૉ. રામચંદ્ર પટેલ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. હાલ ઈકો સેલ દ્વારા દસ્તાવેજો, શેર ટ્રાન્સફર અને નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ઓનલાઇન દૂધના ઓર્ડરને લઈને ગ્રાહક અને ડિલિવરી રાઇડર વચ્ચે વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ 3 પેકેટના ઓર્ડર સામે 6 પેકેટનો દાવો કરવામાં આવ્યો હતો. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે ઓર્ડર રેકોર્ડ, બિલ અને અન્ય તથ્યોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
Hashtags:
શિવાઝાલા ગેંગના વોન્ટેડ આરોપીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરાર સોહેલ ઉર્ફે ઘડીયાળીને ઝડપી પાડ્યો
ગોડાદરાની ₹8 લાખની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણને ઝડપી પાડ્યા
સુરત શહેર ACBએ સુરત મહાનગરપાલિકાના ક્લાસ-3 ના આસીસ્ટન્ટ ઈજનેર રસીકભાઈ મગનભાઈ પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન તેમની પાસેથી રૂ. 68.98 લાખથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ તપાસ શરૂ કરી છે.
Hashtags:
સુરતની સ્પેશિયલ કોર્ટે યશ દોષી હત્યા કેસમાં આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ કેસને 'દુર્લભમાં દુર્લભ' ગણાવી કડક નિર્ણય આપ્યો છે. 60 દસ્તાવેજી પુરાવા અને 36 સાક્ષીઓના આધારે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ચુકાદો સુરત જિલ્લા કોર્ટના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Hashtags:
સુરત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને 2 જૂનથી 10 જૂન સુધી ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. વિવિધ ફાયર સ્ટેશનમાંથી પસંદ કરાયેલા 25 જવાનોને હોડી, સ્કૂબા સેટ અને ઊંડા પાણીમાં બચાવ કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી પૂર જેવી આપત્તિની સ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી શકાય.
Hashtags:
સુરતના અમરોલી અને કતારગામને જોડતા તાપી બ્રિજ પર ભુવો પડતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. દરરોજ હજારો વાહનો પસાર થતા આ બ્રિજ પર પાલિકા દ્વારા બેરીકેડ મૂકી સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે. જોકે સ્થાનિકોમાં સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, ખાસ કરીને ચોમાસા પહેલાં આવી સ્થિતિ સામે આવતા.
Hashtags:
Click here to claim your Sponsored Listing.