Arvind Rana
MLA- 159, Surat (East) , Gujarat.
19/05/2026
સુરત શહેરને ખૂબ સુરત અને વિકાસશીલ બનાવવામાં સિંહસ્થ ફાળો આપનાર પૂર્વ મેયર અને ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ફકીરભાઈ ચૌહાણજીને તેમના જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ...
19/05/2026
સુરત શહેરને ખૂબ સુરત અને વિકાસશીલ બનાવવામાં સિંહસ્થ ફાળો આપનાર પૂર્વ મેયર અને ગુજરાત ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી Fakirbhai Chauhan સાહેબને તેમના જન્મદિવસની અનેકાનેક શુભેચ્છા...
LIVE: PM Shri Narendra Modi ji inaugurates the India-Norway Business and Research Summit
18/05/2026
ડૉ. સૈયદના સાહેબની પ્રેરણાથી ‘ધી દાઉદી બોહરા ઓફ સુરત ગ્રુપ’ દ્વારા કોટસફિલ રોડ પર આયોજિત છાસ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી.
ગરમીના આ દિવસોમાં તરસ્યા લોકોને શીતળતા પહોંચાડવાનું આ કાર્ય અત્યંત સરાહનીય છે.
સંગઠનના તમામ સભ્યોને અભિનંદન!
18/05/2026
“આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ” — રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં આપનું ડિજિટલ યોગદાન! 🇮🇳
જનગણના ૨૦૨૭ એ માત્ર દેશના નાગરિકોની સંખ્યા ગણવાની પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના ભવિષ્યના વિકાસનો નકશો તૈયાર કરવાનું સૌથી મોટું રાષ્ટ્રીય માધ્યમ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાતી આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા આંકડાઓ જ આગામી દાયકાઓ સુધી દેશની દિશા અને દશા નક્કી કરે છે.
સમય બદલાયો છે અને તેની સાથે વસ્તી ગણતરીની પદ્ધતિ પણ વધુ આધુનિક અને સરળ બની છે. દેશના તમામ જાગૃત નાગરિકોને નમ્ર અપીલ છે કે તા. ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન શરૂ થયેલી ‘સ્વ-ગણના’ (Self-Enumeration) પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે. હવે તમારે કોઈ લાંબી પ્રક્રિયાની રાહ જોવાની જરૂર નથી, તમે તમારા વ્યસ્ત સમયમાંથી થોડી મિનિટો ફાળવીને, તમારા ઘરે બેઠા જ ઓનલાઇન માધ્યમથી તમારા પરિવારની સાચી અને સંપૂર્ણ માહિતી પોર્ટલ પર નોંધાવી શકો છો.
ઘણા નાગરિકોના મનમાં માહિતીની સુરક્ષાને લઈને પ્રશ્નો હોય છે, પરંતુ યાદ રાખો કે આપ દ્વારા સબમિટ કરવામાં આવેલી તમામ વિગતો કાયદા મુજબ સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ ક્યારેય કોઈ વ્યક્તિગત ચકાસણી માટે નથી થતો, તેનો એકમાત્ર હેતુ માત્ર આંકડાકીય વિશ્લેષણ અને રાષ્ટ્રના સામૂહિક વિકાસલક્ષી આયોજન માટે જ કરવામાં આવે છે.
આવો, આપણે સૌ સાથે મળીને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીએ અને નીચે આપેલ LINK🔗 પર જઈ માહિતી આપીને જનગણના ૨૦૨૭ની આ ઝુંબેશને સફળ, સચોટ, પારદર્શક અને સર્વસમાવેશી બનાવીએ. https://se.census.gov.in/
18/05/2026
ફૂડ લવર્સ માટેના નવા સરનામા **"VANDHARA રેસ્ટોરન્ટ"**ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.
ઉત્તમ સ્વાદ અને સુંદર વાતાવરણ સાથે શરૂ થયેલું આ સાહસ નગરજનોને શ્રેષ્ઠ ડાઇનિંગ અનુભવ આપશે. રેસ્ટોરન્ટના સંચાલકો અને સમગ્ર ટીમને આ નૂતન પ્રારંભ માટે ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્યની પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ!
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ
સ્થળ: ટાઉન હોલ, સેક્ટર 17, ગાંધીનગર
LIVE: ગાંધીનગરના દશેલા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી Amit Shah જીના વરદ્ હસ્તે મધુર ડેરીના અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ.
LIVE: ગાંધીનગર ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી Amit Shah જીના વરદ્ હસ્તે NID ના 'ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર' (IIC) નો લોકાર્પણ કાર્યક્રમ.
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના વરદ્ હસ્તે 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક - ફેઝ 1' અને 'GREMI સિટી કેમ્પસ'નું લોકાર્પણ.
Click here to claim your Sponsored Listing.