VIPUL Trivedi

VIPUL Trivedi

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VIPUL Trivedi, Digital creator, .

17/10/2025

ગુજરાત ના નવા મંત્રી મંડળ ને શુભકામનાઓ🙏

16/10/2025

🌷🌷જૈન ધર્મ 🌷🌷

અહિંસા પરમો ધર્મ આ વાક્ય આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. આમ પણ અમારો તાલુકો પણ પાલીતાણા એટલે જૈન ધર્મ વિશે જાણવા અને સમજવા માટે રસ હોય એ સ્વાભાવિક છે. અમારા પાલીતાણા શહેર ને અહિંસા સિટી નો દરજ્જો મળ્યો છે. ગુજરાત માં સૌથી વધુ જૈન મંદિરો શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે અંદાજિત ૮૦૦ ની આસપાસ હશે.

મહાવીર સ્વામી વિશે સમાજ વિધા માં STUDY કરેલું અને મહાવીર સ્વામી 24 માં તીર્થકર છે એ જાણેલું. પરંતુ જૈન ધર્મના સૌ પ્રથમ તીર્થંકર ઋષભ દેવ આદિનાથ તરીકે ઓળખાય છે અને સૌથી અગત્ય ની બાબતો માં તેઓ પાલીતાણા માં થઈ ગયા. શેત્રુંજય પર્વત પર આવેલા મંદિરો જોઈ ને એમ કહી શકાય કે આ શેત્રુંજય પર્વત યુગો સુધી આ ઇતિહાસ સાચવી ને બેઠો છે. હું મારા તાલુકા નું આ પવિત્ર તીર્થ માં પર્વત ઉપર 108 મંદિર તરીકે ઓળખાય છે ત્યાં સુધી ગયેલો છું. આ તીર્થ ના નામ મુજબ જ નદી નું નામ પણ સૌરાષ્ટ્ર માં આગવું મહત્વ ધરાવે છે શેત્રુજી નદી.

શેત્રુંજી નદી ને લોક માતા નો દરજ્જો મળે છે. ગીર ના જંગલ વિસ્તારમાં થી નીકળી ને ધારી ખોડીયાર ડેમ અને ત્યાંથી અમરેલી જિલ્લામાં આવેલા અનેક વિસ્તારમાં નીકળી ને સાવરકુંડલા લીલીયા ગારીયાધાર સહિત ના તાલુકાઓ માંથી પસાર થઈ ને પાલીતાણા તાલુકા ના ગામડાઓ માં પ્રવેશ કરી ને છેવટે રાજસ્થળી ગામ પાસે સૌરાષ્ટ્ર ના બીજા નંબર નો ડેમ બાંધવામાં આવ્યો હતો.
શેત્રુંજી નદી ને શેત્તલ ગંગા તરીકે ઓળખવામાં આવે છે
જૈન ધર્મમાં આ નદી ને ગંગા નદી જેટલું મહત્વ આપે છે
આ નદી માં સૌરાષ્ટ્ર ના સિંહ ની સંખ્યા વધી છે ત્યારે તેમના માટે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આજુબાજુ ના વિસ્તારો માં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે

શેત્રુંજય પર્વત પર જૈન લોકો છ ગાઉ ની યાત્રા કરે છે આ યાત્રા ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે જેને ઢેબરીયો મેળો ભરાય છે અને દેશ વિદેશ ના લોકો યાત્રિકો આવે છે.

શત્રુ+જય એટલે કે શત્રુઓ ઉપર વિજય મેળવવો.
જૈન ધર્મ પ્રમાણે પોતાના અંદર રહેલા ક્રોધ લોભ કામ મોહ વગેરે બાબતો પર કંટ્રોલ કરી ને જીવન જીવવું અને આ બધા મોક્ષ પ્રાપ્તિ માટે અવરોધ પેદા કરે છે તે છ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે તપ કરવા માં આવે છે.

જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત માં અહિંસા પરમો ધર્મ વિશે વાત કરીએ તો કોઈ પણ જીવ આત્મા ને દુઃખ ન પહોંચે તે માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. એટલે કે દરેક જીવો ની માફી માંગવાનું મહત્વ છે. કોઈ પણ જીવ આત્મા ને મારા દ્વારા મન વચન અને કર્મથી કોઈ પણ પ્રકારની લાગણીઓ દુભાય હોય તો ક્ષમા માગવા નું મહત્વ છે.
જૈન ધર્મ પ્રમાણે દરેક જીવ આત્મા ઋણાનુબંધન લેણ દેણ થી જોડાયેલ હોય છે એટલા માટે દરેક સાથે સરળતા થી અને રાગ દ્વેષ નો ભાવ રાખ્યા વિના એમને કર્મ બંધન માંથી મુક્ત કરવા માં આવે છે આગળ નું કર્મ બંધન માંથી મુક્ત કરવા માં આવે છે.

અહિંસા માત્ર સામાન્ય અર્થ માં જ નહીં પરંતુ નાના મોટા દરેક જીવો કીટકો પક્ષીઓ પ્રાણીઓ મનુષ્યો વગેરે ની સાથે ઋણાનુબંધન લેણ દેણ થી જોડાયેલ હોય છે. એટલા માટે જ જૈન ધર્મના લોકો સૌથી વધુ મૂંગા પક્ષીઓ પ્રાણીઓ માટે સૌથી વધુ દાન પુણ્ય કરે છે. તમામ પ્રકારની હિંસા ના થાય તે માટે બહુ ધ્યાન રાખવામાં આવે છે.

પાલીતાણા નુ પ્રાચીન નામ પદલીપતપુર હતું. પાલીતાણા JAIN તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. તીર્થો ને ક્ષેત્ર ત્યારે બોલાય છે જ્યારે એ જગ્યા પર મોક્ષ પ્રાપ્તિ થાય એવી પવિત્ર ભૂમિ હોવી જોઈએ. સુરત માં અશ્વિન કુમાર ક્ષેત્ર આવેલું છે. જ્યાં બ્રહ્માજી ના માનસ પુત્રો અશ્વિન કુમારો એ તપ કરેલું.

જૈન ધર્મ માં અસ્તેય એટલે કે જરૂર પૂરતી વસ્તુઓ રાખવી.
સંગ્રહ ન કરવો. અહિંસા માત્ર નાના જીવો જ નહીં પરંતુ દરેક પ્રકાર ની હિંસા થી મુક્ત થવાનું હોય છે.
જૈન ધર્મમાં બે પંથો છે એક દિગમ્બર અને બીજો શ્વેતાંબર
એક મૂર્તિ પૂજા કરે છે જ્યારે બીજા પંથ માં નિરંજન નિરાકાર નામે ઓળખાય છે.

જૈન ધર્મ ની દીક્ષા લેનાર સાધકો ને ખૂબ કઠિન તપસ્યા કરે છે.
તેઓ ચંપલ બૂટ પહેરી શકતા નથી. દરેક જગ્યાએ ચાલી ને જવાનું હોય છે. પોતાના વાળ ઉતારવા માટે ખુદ જાતે જ કામ કરે છે. ગરમ પાણી નવશેકું પીવામાં ઉપયોગ માં લેવા માં આવે છે તેઓ જે જગ્યા પર નિવાસ કરે છે તે ઉપાચાર્ય પર કોઈ લાઈટ કે દીવા નો ઉપયોગ કરતા નથી. મહારાજ સાહેબ તરીકે ઓળખાય છે.

મિત્રો હું જેટલું જાણું છું તેટલી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું કોઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા પાર્ટી છું.

અસ્તુ
Vipul Trivedi ના સહુ મિત્રો ને જય જિનેન્દ્ર 🌷🙏

Culinary Team

Attire

Website