Jamnagar MFD Association
Exploring Opportunities, Nurturing Wealth
19/04/2026
તા: 18/04/2026 શનિવાર ના રોજ જામનગર ખાતે JMA (Jamnagar Mutual Fund Distributor Asso.), દ્વારા હોટેલ લેમન ટ્રી, દિગ્જામ સર્કલ માં AGM (વાર્ષિક સામાન્ય સભા) નું આયોજન થયેલ. આ AGM માં અતીનભાઈ શેઠે 2025-26 નાણાકીય વર્ષ ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને હાજર રહેલા મેમ્બર દ્વારા સર્વાનુમતે પાસ કરેલ.
ચિરાગ ભાઈ પોરેચા કે જે જામનગર ના એક પ્રખ્યાત એમએફડી છે એમણે એમએફડી પ્રોફેશન માં શું ચેલેન્જ છે અને એમનું સોલ્યૂશન કેમ લાવવું ઉપરાંત દરેક mfd આ પ્રશ્નો નું ખૂબ સારી રીતે નિરાકરણ લાવી આપ્યું
હિરેનભાઈ નંદા કે જેઓ ચાર્ટર એકાઉન્ટન્ટ છે અને mfd પણ છે એમણે જીએસટી ના mds માટે આવેલા નવા નિયમો નું ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી અને મેમ્બર ના પ્રશ્નો નું સમાધાન પણ કરી આપ્યું હતું
આખા પ્રોગ્રામ નું સંચાલન પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી અને અતિન શેઠે દ્વારા કરવા માં આવેલ.
જામનગર ના 110 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ agm માટે પોરબંદર થી SKIFAA ના પ્રેસિડન્ટ જયેશભાઈ પત્તાની, રાજકોટથી ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ પેનલ ના મેમ્બર ચેતનભાઈ નંદાણી અને જિગ્નેશભાઈ ગોવાણી, પ્રકાશ ભાઈ છાબરીયા, વગેરે હાજર રહ્યા હતાં.
ઉપરાંત આ પ્રસંગે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, મન વાજા, દિપક પુંજાણી વગેરે હાજર રહ્યા હતા.
Apoorva Rathi Chirag PorechaCA Hiren NandaAtin ShethDipak Punjani Jyotiraja Sodha
Skifaa
09/03/2026
તા: 09/03/2026 સોમવાર ના રોજ જામનગર માં આરામ હોટેલ માં JMA દ્વારા મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટર માટે બિઝનેસ માં ગ્રોથ કેમ કરવો અને AIF વિષે ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્પીકર તરીકે Wealth Co. AMC ના CEO Madhu Lunavat, CSO - Chief Strategiest Officer Debasis Mohanty અને Fund Manager Nisad Khonalkar ઉપસ્થિત રહ્યા હતા.
Madhu Lunavat કે જેઓ દેશ પ્રથમ કોઈ મ્યુ ફંડ કંપની ના પ્રથમ ફાઉન્ડર સીઇઓ છે.
Debasis Mohanty મ્યુ ફંડ ઇંડસ્ટ્રી ના સૌથી સીનિયર કે આ પહેલા UTI MF સાથે સંકળાયેલા રહ્યા હતા અને ઇંડસ્ટ્રી ના એનસાઇક્લોપીડિયા કહેવાય છે.
CEO - Madhu Lunavat દ્વારા MFD એ business માં ગ્રોથ કેમ લઈ આવવો; CSO - Debasis Mohanty એ મ્યુ industry વિષે તથા Fund Manager - Nisad Khonalkar એ aif વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત Wealth Co. AMC ના એરિયા મૅનેજર જીનેશ શેઠ પણ ઉપસ્થિત હતા.
આ સેમિનાર માં જામનગર ના 70 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, જ્યોતિરાજા સોઢા, મન વાજા અને દીપક પૂંજાણી વગેરે હાજર રહ્યા હતાં.
02/02/2026
તા: 02/02/2026 સોમવાર ના રોજ જામનગર માં આરામ હોટેલ માં SKIFAA અને JMA દ્વારા મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટર ને બિઝનેસ માં AI - Artificial Intelligence નો ઉપયોગ કેમ કરવો એના માટે ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં સ્પીકર તરીકે કોટક મ્યુ. ફંડ ના રાહુલ શુકલા એ AI ના વિવિઘ પ્લેટફોર્મ્સ જેવાકે Chat GPT, Copilot, Google Gemini, Gaama વગેરે વિશે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી.
આ સેશન માં KFinTech ના શ્રેણિકભાઈ બેન્કર આવ્યા હતા અને તેમણે MFD માટે ના નવા ઓનલાઈન પ્લેટફોર્મ Iris વિષે જાણકારી આપી હતી.
જેમાં જામનગર ના 85 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કોટક મ્યુચ્યુઅલ ફંડના વિશાલભાઈ કોટેચા, સિધ્ધાર્થ આચાર્ય, KFinTech ના પૂર્વીબેન ભેસદડિયા,
રાજકોટ થી SKIFAA ના વાઇસ પ્રેસિડેન્ટ ચેતનભાઈ નંદાણી, કમિટી મેમ્બર જીગ્નેશ ગોવાણી, દિપકભાઈ રાસદિયાં, સેક્રેટરી જયેશભાઈ સાઘાણી,
JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, જ્યોતિરાજા સોઢા, મન વાજા અને દીપક પૂંજાણી વગેરે હાજર રહ્યા હતાં.
Some more clips of JMA Family Get-together 2026
11/01/2026
10/01/2026
✨ || JMA - Family Get together || ✨
Jamnagar MFD Association arranged a family get-together for MFD Family members and AMC staff members' families, where all met at Keshwara's Hotel and participated in various fun activities, including kids' games, couple games, a DJ-led dance, etc. Around 150 members have participated in this event, and the Jamnagar MFD Association has held it every year.
Such gatherings, organised every year by JMA, strengthen relationships beyond work and create memories that last a lifetime.
It was indeed a fun-filled, vibrant, and memorable evening for all! 🌟
People really enjoyed it, and it was a memorable evening.
10/10/2025
તા: 10/10/20245 શુક્રવાર ના રોજ જામનગર માં આરામ હોટેલ માં SKIFAA અને JMA દ્વારા મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટર ને બિઝનેસ માં પડતી તકલીફ ને દૂર કરવા અને SIP બુક સાઇઝ કેમ વધારવી એના માટે ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત Len Den Club કંપની દ્વારા P2P lending product ની માહિતી આપવામાં આવી હતી. આ P2P lending product RBI દ્વારા માન્ય છે અને RBI દ્વારા જે નિયંત્રિત થાય છે.
તેમાં સ્પીકર તરીકે Len Den Club ના રુપેશભાઈ પારેખ હાજર રહ્યા હતા અને પ્રોડક્ટ વિશે ઊંડાણ પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ થી આવેલા સ્કિફા ના મેમ્બર રવિભાઈ કાલરિયા એ મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટર ને બિઝનેસ માં પડતી તકલીફ ને દૂર કરવા અને SIP બુક સાઇઝ કેમ વધારવી એના વિશે ચર્ચા કરી હતી અને MFD મિત્રો ના ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આ સંવાદ ખુબજ રસપ્રદ હતો અને હાજર રહેલા દરેક મેમ્બર એમાં સારો એવો રસ દાખવ્યો હતો. રવિભાઈ ની SIP Book 4 કરોડ થી પણ વધારે છે અને એમનું મ્યુ ફંડ નું AUM 550 કરોડ થી વધુ છે.
જેમાં જામનગર ના 70 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, જ્યોતિરાજા સોઢા, મન વાજા અને દીપક પૂંજાણી રાજકોટ થી SKIFAA ના કમિટી મેમ્બર જીગ્નેશ ગોવાણી, આકાશભાઈ વગેરે હાજર રહ્યા હતાં.
Skifaa Apoorva Rathi
🌟Celebrating 10 Years of Unity, Growth & Trust – Jamnagar MFD Association 🌟
As Jamnagar MFD Association completes 10 glorious years since its inception on 21st August 2015, we proudly celebrate this milestone with gratitude 🙏 and joy 💐. Our journey has been shaped by the dedication and trust of all our members—past and present—whose unwavering support has been the cornerstone of our growth 📈 and success 🏆. Together 🤝, we have nurtured a strong community, built on unity and shared purpose, and we look forward to continuing this journey of progress 🚀 and collaboration 🤲 in the years ahead.
A Decade of Togetherness – Thank You, Members! 🎊
30/07/2025
તા: 30-07-2025 બુધવાર ના રોજ જામનગર મા હોટેલ આરામ ખાતે શ્રી આશિષ સોમૈયા , CEO - WhiteOak Mutual Fund ના સેમિનાર નું આયોજન કરવા માં આવેલ.
મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રી ના લોકો આશિષ સોમૈયા ના નામ થી સારી રીતે પરિચિત છે. તેઓ મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રી મા 25 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે. આ પહેલા તેઓ મોતીલાલ ઓસવાલ મ્યુ ફંડ ના સીઈઓ રહી ચૂક્યા છે. અને AUM 42,000 કરોડ સુધી પહોચાડ્યું. અત્યાર WhiteOak Mutual Fund ની શરૂઆત થી જ સીઇઓ છે અને AUM 25,000 કરોડ સુધી પહોચાડ્યું છે.
આશિષ સોમૈયા ખુબ અનુભવી અને સારા વક્તા છે અને ખુબ સારી રીતે JMA ના મેમ્બર ને માર્કેટ આઉટ લૂક, વૈશ્વિક માર્કેટ નો પ્રવાહ અને મ્યુ ફંડ સ્કીમ ની ખૂબ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત WhiteOak MF ના દર્શન ગાલેચાઅને જયવીન ઠક્કર પણ સેમિનાર મા આવ્યા હતા.
આ સેમિનાર માં JMA ના 75 થી વધુ મેમ્બર હાજર રહ્યા હતા. JMA ના પ્રેસિડેન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, મન વાજા, દિપક પુંજાણી, જૈનિક ભાઈ અદાણી વગેરે હાજર રહ્યા હતા.
Apoorva Rathi
Jyotiraja
05/07/2025
તા: 05-07-2025 ના રોજ શનિવારે હોટેલ આરામ ખાતે JMA દ્વારા ફ્રેન્કલિન ટેમ્પલટન ના પ્રવીણ સુમેસરા આ સેમિનાર નું આયોજન કરવા માં આવેલ.
મ્યું ફંડ ઇન્ડસ્ટ્રી ના લોકો પ્રવીણ સુમેસરા નામ થી ખુબ સારી રીતે પરિચિત છે. પ્રવીણ સુમેસરા છેલ્લા 25 વર્ષ થી મ્યુ. ફંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને ફ્રેન્કલિન ટેમ્પલટન સાથે પણ 25 વર્ષ થી છે. પ્રવીણ ભાઈ ખુબ અનુભવી અને સારા વક્તા છે અને ખુબ સારી રીતે JMA ના મેમ્બર ને માર્કેટ આઉટ લૂક અને મ્યુ ફંડ સ્કીમ ની માહિતી આપી હતી.
આ સેમિનાર માં JMA ના 60 થી વધુ મેમ્બર હાજર રહ્યા હતા.
Click here to claim your Sponsored Listing.