Amol prakashan

Amol prakashan

Comments

હું મારું લખાણ પ્રકાશિત કરવા માગું છું.
મને મદદ કરશો?
કંઈક તો ઓછું આવ્યું હશે તને..
કંઈક તો ઓછું પડ્યું હશે તને..
મા- બાપ તરીકે અમે નહીં ગમ્યા હોઈએ તને...?!
પ્રેમ કરીને પત્ની લાવ્યો એનો પ્રેમ પણ ઓછો લાગ્યો?
તારી વ્હાલી ટ્વિશાનો શું વાંક?
ઇશ્વરને તું અમારા બધાથી વધારે કેમ ગમી ગયો?
અમારી લાગણી પૂરતી નહોતી?
તને પણ જવાનું નહીં જ ગમ્યું હોય ને?
તને અણસાર પણ નહીં હોય કે એ તારા જીવનની છેલ્લી ક્ષણ છે!!
કેમ મનાવું મનને?
ડાહી ડાહી વાતો કરનારી હું.....
આધ્યાત્મિક વાતો કરનારી હું...
સાચો ધર્મ શું છે એ જાણનારી હું...
જીવનની સાથે મૃત્યુ પણ સત્ય છે, શાશ્વત છે એવું જાણનારી હું....
જે સત્ય છે એ જ શિવ છે, એવું સમજનારી હું....
કોઈ પણ દુઃખને જીરવીને પચાવવાની સલાહ આપનારી હું...
આજે હારી જઈશ?????
પ્રફુલ્લા"પ્રસન્ના"
Congratulations for supporting novice authors...
૨૭-૧૦-૯૩ નો એક લેખ
એકાંત

એકાંત મને ખુબ પ્રિય છે.દરિયા કિનારે, પૂનમની રાતે, દરિયાની ભરતી પ્રિયતમની સંગાથે એકાંતમાં માણવી એ એક અનેરો રોમાંચ છે.દરિયામાં ઉછળતા મોજાની સાથે તમારા હૈયામાં ઉછળતા મોજા તાલ મિલાવે છે ત્યારે જે રોમાંચ થાય છે તે અદભૂત છે. દરિયાના મોજાનો થનગનાટ અને તમારા હૈયાનો થનગનાટ સુંદર તાદાત્મ્ય સાધે છે.

મંદિરમાં કે કોઈ પણ ધાર્મિક સ્થળે પણ એકાંત જ ગમે.બહુ બધા જનોની વચ્ચે તમે ઈશ્વર સાથે તાદાત્મ્ય ના સાધી શકો.ત્યાં તો પ્રિયતમની પણ જરૂર નહીં. હું અને ઈશ્વર બે જ.સભર આંખોથી ઇશ્વરને જોવા માટે અને ભીના હૈયે ઈશ્વર સાથે તાદાત્મ્યનો ભાવ અનુભવવા માટે એકાંત શ્રેષ્ઠ.

પ્રિયતમ સાથે હોય તો તમે એકાંત જ ઇચ્છો પણ હંમેશા અને દરેક જગ્યાએ માત્ર પિયુનો સંગ હોય તે વાત સાચી નથી બની રહેતી. પિયુની સાથે મેળામાં જાવ અને મેળામાં માણસો જ ન હોય તો?રંગબેરંગી માણસો વગરનો મેળો તમે કેવી રીતે માણી શકો?

શરદપુનમની રાત હોય કે દિવાળીની રાત્રી હોય,કોઈક સુંદર પીકનીક ગોઠવી હોય કે મેળો હોય---- પ્રિયતમની સાથે સાથે થોડાક ગાઢ મિત્રો હોય કે નજીકના સગા- સંબંધી હોય ત્યારે એ દિવસ ખાસ બની જાય છે અને એ દિવસનો આનંદ અનેરો બની જાય એવું તમને નથી લાગતું?

અમુક જગ્યાએ જેટલી પ્રિયતમાના સાથની કે અમુક જગ્યાએ જેટલી સગા- સંબંધી કે મિત્રો ની જરૂર છે એટલી જ જરૂર કયારેક પોતાને પૂરતું એકાંત મળી રહે એની છે.
વ્યક્તિ ક્યારેક એકલી જ રહેવા ઈચ્છતી હોય છે, પોતાની જાત સાથે વાતો કરવા ઈચ્છતી હોય છે, એકાંતને પોતાની રીતે માણવા માંગતી હોય છે.દરિયા કિનારે એકલા બેસીને કોઈ મનગમતું પુસ્તક વાંચવાનું મન થાય, પાણીમાં પગ બોળીને માત્ર બેસી રહેવાનું મન થાય, કુદરતના નઝરાને જોવાનું મન થાય, ક્યારેક એકલાં હસવાનું અને એકલાં રડવાનું પણ મન થાય.

મનની અંદર દટાયેલા કોઈ ખજાનાને ખોતરીને કાઢવાનું અને એને જોઈને માણવાનું પણ મન થાય.

એકાંત મને બહુ ગમે. જે કરવું હોય એ કરવાનું, કોઈ જ ટોકવાવાળું કે સલાહ આપવાવાળું નહી. કોઈ જ આપણો ચહેરો જોઈને ચહેરાની લિપી ઉકેલનાર પણ નહીં.
એકલાં રહેવાનો અને એકલાં જીવવાનો આનંદ પણ અનેરો છે, મન ખુશીથી તરબતર થઈ જાય છે, માણતા આવડવો જોઈએ.

પ્રફુલ્લા શાહ
મને મારી બુક પ્રકાશિત કરવામાં હેલ્પ કરશો?
મારે શું કરવું પડશે?
સ્પેક્ટર્નનો ખજાનો : કિશોરો માટે યથાર્થ

પરમ દેસાઈ એ ૨૦ વર્ષની ઉંમરમાં પોતાના પ્રથમ પુસ્તક સાથે સાહિત્ય જગત માં પા પા પગલી ભરી છે.
૧૬ વર્ષ સુધીના કિશોરોને ગમે તેવી આ સાહસકથા રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર છે. લેખકનું વર્ણન સરસ છે. ક્યાંક ક્યાંક કથા તાર્કીક વિશ્લેષણ છોડીને ફેન્ટેસીમાં ગરકાવ થઈ જાય છે પરન્તુ, એનું રોમાંચ પણ અલાયદું છે. એકંદરે લેખકનો પ્રથમ પ્રયાસ વધાવવા જેવો છે. પુસ્તકનું લખાણ અને મુખપૃષ્ઠ ઉમદા છે.
લેખક ને ખૂબ ખૂબ અભિનન્દન !!
લેખક પરમ દેસાઈ પાસેથી ભવિષ્યમાં ઉમદા વાર્તાઓની આશા સહ.

- મૉનીલ પરમાર
વ્હાઈટ ડવ ૪

(કાવ્યા એની મમ્મી માધવીબેન સાથે વલસાડની એમની હોસ્પિટલ વ્હાઈટ ડવમાં આવે છે જયાં માનસિક રોગીઓની સારવાર કરાતી હોય છે. આ હોસ્પિટલ સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ જોડાયેલી હોય છે કાવ્યા એ વિશે જાણવા માંગતી હોય છે. હોસ્પિટલમાં કામ કરતો ડૉક્ટર શશાંક એને અજીબ લાગે છે, શશાંક માધવીબેન સાથે હવેલીએ ગયો એ જાણીને કાવ્યાને ગુસ્સો આવે છે....)

“ છોડીદો મને....હું કઉં છું છોડો...મને!” નીચે લોબીમાં એક સત્તર અઢાર વર્ષની છોકરી ચીસાચીસ કરી પોતાને છોડાવવા પ્રયત્ન કરતી હતી. એના સગા, હોસ્પિટલની એક આયા અને એક નર્સ એને પરાણે ખેંચીને અંદર લાવતા હતા.

કાવ્યાનું ધ્યાન આ શોરબકોર તરફ ગયું. પહેલી નજરે એ કોઈ પાગલ છોકરી લાગતી હતી. એજ વખતે સિસ્ટર માર્થા ઝડપથી ત્યાં આવ્યા અને એ છોકરીને બળજબરીથી ખેંચી રહેલા લોકોને બોલવા લાગ્યા,

“ અરે! આ શું કરો છો તમે બધા. શું કરવા બિચારીને હેરાન કરો છો... છોડીદો એને!” સિસ્ટર માર્થાએ છોકરીના હાથ છોડાવી પોતે એનો એક હાથ પકડ્યો, “વોટ્સ યોર નેમ માય ચાઈલ્ડ? શું નામ છે બેટા તારું? તું મારી સાથે ચાલ હો...હું આ બધાને હમણાં ડૉક્ટર પાસે દાંટ ખવડાવું છું...”

ધીરે ધીરે પોતાની વાતોમાં ઉલજાવીને સિસ્ટર માર્થા એ છોકરીને શાંત પાડી એના રૂમમાં લઈ ગયા. પેલી રાડા રાડ કરતી છોકરી એક સમજું બાળાની જેમ કહ્યાગરી થઈ ગઈ. કાવ્યા અહોભાવથી સિસ્ટર માર્થાને જોઈ રહી. મનોમન એ એની સરખામણી મધર ટેરેસા સાથે કરી રહી! એમણે એ છોકરીને એક ઇન્જેક્શન આપ્યું જેથી એ થોડીવાર સૂઈ જાય અને એનું મગજ શાંત થાય.

“ બ્લુ વ્હેલ ગેમની શિકાર છે છોકરી. આત્મહત્યા કરવાની કોશિશ કરતી હતી. એના ઘરવાળા ગભરાઈને એને અહીં સારવાર માટે લઈ આવ્યા હતા.” સિસ્ટર માર્થાએ બહાર આવી કાવ્યાને જણાવ્યું.

“ હા, મેં સાંભળ્યું છે એ ગેમ વિશે. સાચેસાચો આવો કેસ પહેલીવાર જોયો.” કાવ્યાએ કહ્યું.

પછી કાવ્યાએ સિસ્ટર માર્થા સાથે ઘણાં બધાં દર્દીઓની મુલાકાત લીધી. સિસ્ટર માર્થા દરેક દર્દી સાથે ખૂબ જ સરળતાથી વાતચીત કરી લેતા. બધા જ દર્દીઓ એમની વાત તરત માની જ જતાં.

બપોરે કાવ્યાને લેવા માટે પ્રભુ ગાડી લઈને આવી ગયો હતો. કાવ્યા એની સાથે હવેલીમાં પાછી ફરી. એણે જોયું કે એની મમ્મી ડાઈનિંગ ટેબલ પર વાનગીઓ મૂકી રહી હતી. કાવ્યાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ...! શશાંક રસોડામાંથી કોઈ વાનગીનું બાઉલ લઈને આવ્યો અને ટેબલ પર મૂકી રહ્યો.

“ અરે કાવ્યા, ત્યાં કેમ ઊભી રહી ગઈ? જા જલદી જઈને હાથ ધોઈને જમવા આવી જા.” માધવીબેને કાવ્યાને જોઈને કહ્યું.

“ હા. જલદી આવી જજો. મારા પેટમાં બિલાડો બોલે છે. ” શશાંકે હસીને કહ્યું પણ, કાવ્યાને હસવું ના આવ્યું. ઊલટાનો એને વધારે ગુસ્સો આવ્યો. લોકોને વાત વગત વગર એમનેમ આટલું હસવું શેનું આવતું હશે? જ્યારે જુઓ ત્યારે ખીખી... ખુખું... ચાલુ થઈ જાય! એ એના રૂમમાં જઈ અને હાથ મો ધોઈ નીચે આવી.

“ આને તું હોસ્પિટલમાં તો મળી જ હતીને, એ શશાંક છે!” માધવીબેને ઓળખાણ કરાવતા કહ્યું.

“ હા. ” કાવ્યાને થયુ આ હોસ્પિટલ છોડીને અહીં કેમ આવ્યો છે. અને મમ્મીને શી જરૂર એને જમવા માટે રોકવાની.

“ વાહ...માધવી ઝક્કાસ ટેસ્ટ છે. આટલું સ્વાદિષ્ટ ભીંડાનું શાક તો વરસો બાદ ખાવા મળ્યું. મસ્ત!” શશાંકે એક કોળિયો મોઢામાં મૂકતાં જ વખાણ કર્યા.

“ માખણ નો ડબ્બો!” કાવ્યાએ શશાંક સામે જોઇને કહ્યું, “ મને પાસ કરોને પ્લીઝ! માખણ!”

“ આટલું બધું માખણ હેલ્થ માટે સારું નહીં. એકવાર વજન વધી જાય પછી ઉતારતા નાકે દમ આવી જાય.” શશાંકે કહ્યું.

“ઓહ! મેં તો સાંભળ્યું હતું કે ડૉક્ટર માખણ ખાવાની મનાઈ નથી કરતાં. એનાથી વજન ના વધે. એમાં પેલું કયું એસિડ હોય?” કાવ્યાએ પાછો શશાંકને સવાલ કર્યો.

“ એનું એસિડ છોડો અત્યારે તો મારા પેટમાં એસિડ વધી જશે....ભૂખ લાગી છે!” શશાંકે આ વખતે પણ જવાબ ના આપ્યો. “ માધવી તમે ખૂબ સરસ રસોઈ બનાવો છો. હું જ્યાં સુંધી અહીં રહું તમારે રોજ એકાદ ડીશ તો બનાવવી જ પડશે. ”

“ એકાદ શું કરવા, હું ઘણું બધું બનાવી શકું છું. આમેય અહીં મારે કંઈ કામ કરવાનું નથી. ” માધવીબેન બોલ્યા.

“ એય મિસ્ટર તમે મારી મમ્મીને માધવી કહીને બોલાવો છે! મોટા સાથે વાત કરવાની તમીઝ નથી!” શશાંકને મોંઢે માધવી સાંભળીને અકળાયેલી કાવ્યાએ ફરીવાર માધવી સાંભળતાં સાંભળાવી દીધું.

“ મોટું કોણ મોટું? અહીં સૌથી મોટો કદાચ હું હોઈશ અને તમારા બંનેમાં કાવ્યાજી તમે મોટા લાગો છો. માધવી તો તમારી નાની બહેન જેવી લાગે છે અને હું કોઈ બ્યુટીફુલ લેડીને આંટી કે દીદી કહીને એનું અપમાન ના કરી શકું.” શશાંક હસતા હસતા મજાકમાં જ બોલ્યો હતો છતાં કાવ્યા ગુસ્સાથી તમતમી ગઈ.

“ તમારે એમને મેડમ કહેવું જોઈએ!” કાવ્યાએ દાંત કચકચાવીને ઓર્ડર કરતી હોય તેમ કહ્યું.

“ અરે, મેં જ એને ના કહી છે મેડમ કહેવાની. ઘરમાં એ બધું બહું ફોર્મલ લાગે.” કાવ્યાને ઠંડી પાડવા માધવીબેને કહ્યું અને એની ડિશમાં શાક પરોસ્યું.

જમ્યા પછી શશાંક ઉપર ગયો અને કાવ્યાની રુમની બાજુના રૂમમાં ગયો. એને ઉપર જતો જોઈને કાવ્યાએ એની મમ્મી સામે પ્રશ્નભરી આંખે જોયું.

“ તું સવારે કહેતી હતીને પ્રભુએ કોઈ છોકરાને રૂપિયા આપેલા એ આ શશાંક જ હતો.” માધવીબેને દાળ ભરેલી વાટકીમાં ચમચી પાછી મૂકતા કહ્યું, “ એને ભાડે ઘર જોઈતું હતું. અહીં આ હવેલી જોઈ એણે એક રૂમ ભાડે માંગેલો. પ્રભુ ના કહેતો રહ્યો તોય એણે પરાણે પ્રભુને રૂપિયા હાથમાં પકડાવેલા. પ્રભુ એ જ રૂપિયા એને પાછા આપીને કહી રહ્યો હતો કે માધવીબાને મળીને વાત કરો. ”

“ અને તું માની ગઈ!” કાવ્યાએ મોઢું મચકોડતા કહ્યું.

“ હા. એ સારા ઘરનો છોકરો છે. અહી ગામડામાં સારું ઘર ક્યાં મળવાનું. ભલેને રહેતો. એ પાછો આપણી હોસ્પિટલમાં જ કામ કરે છે કોઈ વખત કામે લાગે.” માધવીબેને દાળની ચમચી હલાવતા કહ્યું.

છેલ્લી વાત કાવ્યાને ગમી. એનું અહીં આવવાનું ખાસ મકસદ તો વ્હાઈટ ડવ હોસ્પિટલ જ હતી. જો એમાં કામ કરનાર ભરોસાપાત્ર માણસો મળી જાય તો એને રાહત રહે.

સાંજે ગામના કેટલાક લોકો માધવીબેનને મળવા આવ્યા હતા. એ બધા સાથે કાવ્યા પણ નીચે બેઠકખંડમાં બેઠી હતી ત્યારે એણે શશાંકને ઝડપથી સીડીઓ ઉતરતો જોયો. એ કોઈને મળ્યા વગર સીધો બહાર જવા નીકળી ગયો. એની પાછળ પાછળ કાવ્યા પણ બહાર નીકળી. શશાંક ગાડી ચાલુ કરી રહ્યો હતો કે કાવ્યાએ એને રોક્યો,

“ ક્યાં ભાગો છો, ડૉક્ટર?”

“ હોસ્પિટલ. થોડું કામ આવી પડ્યું છે.”

“હું પણ આવું છું. ” શશાંકના જવાબની રાહ જોયા વગર કાવ્યા દરવાજો ખોલીને એની બાજુની સીટ પર બેસી ગઈ.

રસ્તામાં શશાંકે જણાવ્યું કે એક નવી આવેલી છોકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. એક આયા એને જોઈ ગઈ અને બચાવી લીધી. એણે એના હાથની નસ કાપી નાખી છે. એ લોકો વ્હાઈટ ડવમાં પહોંચ્યા ત્યારે એ છોકરી સારવાર હેઠળ હતી. કાવ્યાને યાદ આવ્યું, આ એજ છોકરી હતી જે સવારે જ દાખલ થઈ હતી. બ્લુ વ્હેલ ગેમની શિકાર! સિસ્ટર માર્થા અને ડૉક્ટર અવસ્થી એની સાથે ઑટીમાં હતા. શશાંક પણ ઑટીમાં ગયો. કાવ્યા બહાર એકલી રહી ગઈ.

સિસ્ટર રાધા અને ગીતા ઘરે ચાલી ગયેલી. એમની ડયુટી પૂરી થઈ ગયેલી. રાત્રે એક બીજી નર્સ આવેલી. જે આધેડ ઉંમરની કોઈ આદિવાસી સ્ત્રી હતી. બંને ક્લાર્ક અને આયા એમના હોસ્પિટલની પાછળ જ આવેલ ક્વાર્ટરમાં ચાલ્યા ગયેલા. બધી સ્ત્રીઓને એમના રૂમમાં પૂરી દેવામા આવેલી. હજી સાડા છ જ વાગ્યા હતા. અંધારું થવાની શરૂઆત જ થઈ હતી.

કાવ્યાને અચાનક જ કોણ જાણે શું સૂજ્યું એ ચાલતી ચાલતી આગળ નીકળી ગઈ. એના ડેડીની કેબિન આગળથી નીકળી ત્યારે ઘડીભર ત્યાં રોકાયેલી. પછી આગળ ચાલવા લાગી. એ ચાલતી ચાલતી ઉપર જવાની સીડી આગળ આવી ગઈ હતી. અનાયાસ જ એના પગ એ સીડી તરફ વળી ગયા. એ ઉપર ચઢવા લાગી.

ઉપર લોબીમાં લાઈટ ચાલુ થઈ ગઈ હતી. એ થોડીવાર અટકી. સામે ઑટી અને એની ડાબે જમણે દર્દીઓના રૂમ આવેલા હતા. કોઈ અજીબ ભયથી કાવ્યાનું મન કાંપી રહ્યું. એને થયું કે એ નીચે જતી રહે પણ ન જઈ શકી. કોઈ અદૃશ્ય શક્તિ એને આગળ ને આગળ ખેંચી રહી હતી. એ આગળ જઈને જમણી તરફ વળી ગઈ.

સાત વાગી ગયા હતા. વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરતી હતી. કોઈ માણસ અકળાઈ જાય એટલો સન્નાટો હતો. કાવ્યાની ધડકન તેજ બની. એના શ્વાસ ટૂંકા અને ઝડપી ચાલી રહ્યા. આછી આછી ઠંડીમાંય એના કપાળે પરસેવો બાઝી ગયો હતો. એ આગળ અને આગળ ચાલી રહી...

છેલ્લાં ખાલી રૂમ આગળ આવીને એ અટકી હતી. કોઈ અજીબ વાસ આવી રહી હતી. કોઈ મરેલું જાનવર ગંધાતું હોય એવી ખરાબ વાસ. કાવ્યાએ એના નાક આડે હાથ ધર્યો અને અચાનક જ લાઈટ ચાલી ગઈ. કાવ્યાની નજર એ વખતે ખાલી રૂમની બારી પર હતી. અંધારામાં ત્યાં એકદમ સ્પષ્ટ એક આકૃતિ દેખાઈ રહી...એ આકૃતિમાંથી આછો સફેદ પ્રકાશ આવી રહ્યો હતો...કાવ્યાએ એ આકૃતિ તરફ ધ્યાનથી જોયુ.

સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રી ત્યાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં પંખે લબડી રહી હતી. કાવ્યા એને હજી જોઇજ રહી હતી. એ કંઈ સમજે વિચારે એ પહેલાં એ લટકી રહેલી સ્ત્રીએ એની આંખો ખોલી હતી. એમાંથી બે ઝગમગતા ગોળા જેવી સફેદ, કાળી કીકી વિનાની માત્ર સફેદ ચમકતી આંખો કાવ્યાની સામે તાકી રહી. કાવ્યાના આખા શરીરે પરસેવો વળી ગયો. એણે ભાગી જવા પગ ઉઠાવ્યો તો આ શું ? એના પગે કોઈએ ગુંદર લગાવી દીધો હોય એમ નીચે ચોંટી ગયા હતા. એ જરાક પગ હલાવી પણ ન શકી. મદદ માટે બૂમ પાડવા ગઈ તો જાણે કોઈએ એનું ગળું દબાવી દીધું હોય એવી પીડા થઈ આવી. બંને હાથોથી એ એનું ગળું પકડી રહી. પેલી અંધારામાં દેખાતી સ્ત્રી કાવ્યાની આ હાલત જોઈને જોર જોરથી હસી પડી. કાવ્યા ડરથી ધ્રુજી ઉઠી. પેલી સ્ત્રી હજી ડરાવનું અટ્હાસ્ય કરી રહી હતી. એના કાળા ભમ્મર વાળ ચારે બાજુથી ઊડી રહ્યા હતા. એનો ચહેરો કાળો અને ખૂબ બિહામણો હતો. એનો એક બાજુનો ચહેરો જાણે ભયાનક રીતે બળી ગયો હતો. એ દેખાવ વિકરાળ હતો. એના હસવાનો તીણો અવાજ કાવ્યાના કાનમાં પડઘાતો રહ્યો. એને લાગ્યું કે એ અવાજ એના કાનના પડદા ફાડી નાખશે. એક નાનકડી દસેક વરસની છોકરી જાણે હવામાંથી દોડતી દોડતી આવી અને કાવ્યાને પગે એના બે હાથ ફેલાવી વીંટળાઈ વળી. એ રડતી હતી. ના. કદાચ એ હસતી હતી. કાવ્યા... કાવ્યા... કહીને એ પોતાને બચાવવા કહી રહી હતી. કાવ્યાએ એ છોકરી સામે જોયું. અંધારામાં એ છોકરીનો ચહેરો ચમકી રહ્યો હતો. આ છોકરીને ક્યાંક જોઈ છે ! જાણે રોજ જોઈ છે! ક્યાં? કાવ્યા બધું ભૂલીને એ છોકરીને જોઈ રહી. એ છોકરી એની સામે હસીને જોઈ રહી. અચાનક “ ટક” કરતો અવાજ આવ્યો અને લાઈટ આવી ગઈ.

“ કાવ્યા તું અહીં અંધારામાં શું કરે છે?” એ શશાંક હતો. એણે જ અહીં આવીને લાઈટ ચાલુ કરેલી.“ લાઈટ તો ચાલું કરવી હતી. હું ક્યારનો તને શોધું છું.”

“ હું આવી ત્યારે અહીં લાઈટ ચાલુ હતી. ત્યાં રૂમમાં કોઈ છે. આ છોકરી...” ખૂબ જ ગભરાઈ ગયેલી કાવ્યા તુટક તુટક શબ્દોમાં બોલી. ત્યાં કોઈ ન હતું. કાવ્યા ભોંઠી પડી ગઈ. રૂમ ખાલી હતો. હંમેશાંની જેમ જ! એની બાજુમાં ઊભેલી પેલી નાની છોકરી ગાયબ હતી. એ હવામાંથી આવી અને હવામાં ઓગળી ગઈ હતી! એને જરાક ચક્કર આવી ગયા. શશાંકે વેળાસર આવીને એને પકડી લીધી.

શશાંકની છાતી પર માથું ઢાળીને કાવ્યા આંખો મીચી થોડીવાર ઊભી રહી.

“ આ જગા જ એવી છે. અહીં ઘણાંની સાથે આવું થાય છે. ડોન્ટ વરી હું તારી સાથે છું.” શશાંકે કાવ્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું.

કાવ્યાને શશાંકનો એ હુંફાળો સ્પર્શ ગમ્યો. એના જીવનમાં આજ સુધી કોઈ પુરુષનો પડછાયો પણ પડ્યો હતો. શશાંક એને પહેલી નજરે જ આકર્ષક લાગેલો. અત્યારનો એનો સ્પર્શ કાવ્યા માટે એના જીવનનો પહેલો પુરુષનો સ્પર્શ હતો...! ડરેલી, ગભરાયેલી કાવ્યા માટે શશાંક એનો હીરો બનીને આવ્યો હતો.

“ ઘરે જઈએ.” કાવ્યાને ધીરેથી દુર કરતા શશાંક બોલ્યો.

“હમમ..” શશાંકથી દૂર થવું કાવ્યાને ગમ્યું તો નહીં છતાં એણે પોતાના પર કાબૂ મેળવી લીધો અને એ શશાંકથી આગળ નીકળી ગઈ.

“ મમ્મીને કંઈ વાત ન કરતો.” ગાડીમાં બેસતા જ કાવ્યાએ કહ્યું.

“ તે શું જોયું હતું? તું ગભરાયેલી લાગતી હતી.” શશાંકે ગાડી ચાલુ કરતા પૂછ્યું.

કાવ્યાની નજર આગળ પેલી પંખે લટકતી સ્ત્રી આવી ગઈ. એના પેટમાં જાણે કબૂતર ફડફડવા લાગ્યા. પેલી નાની છોકરી એને ફરી યાદ આવી ગઈ. કાવ્યા કંઈ ના બોલી.

કાશ, એણે પાછલી સીટ પર એક નજર કરી હોત. એ નાનકડી છોકરી ત્યાંજ પાછળ બેઠેલી હતી....

ક્રમશ

Book Publisher

Operating as usual

10/09/2021

Amol Parivar Wishes you all a Happy Ganesh Chaturthi And Seeks your forgiveness. Michchhami Dukkadam #ganesha #ganeshchaturthi #michchamidukkadam #amolparivar #amolprakashan

Amol Parivar Wishes you all a Happy Ganesh Chaturthi And Seeks your forgiveness. Michchhami Dukkadam #ganesha #ganeshchaturthi #michchamidukkadam #amolparivar #amolprakashan

10/09/2021

Amol Parivar Wishes you all a Happy Ganesh Chaturthi And Seeks your forgiveness. Michchhami Dukkadam #ganesha #ganeshchaturthi #michchamidukkadam #amolparivar #amolprakashan

Amol Parivar Wishes you all a Happy Ganesh Chaturthi And Seeks your forgiveness. Michchhami Dukkadam #ganesha #ganeshchaturthi #michchamidukkadam #amolparivar #amolprakashan

15/08/2021

Happy Independence from our Amol Parivar #india #independenceday #amolparashan #amolparivar

Happy Independence from our Amol Parivar #india #independenceday #amolparashan #amolparivar

13/07/2021
12/05/2021
28/04/2021
27/04/2021
Amol prakashan updated their address. 21/04/2021

Amol prakashan updated their address.

Amol prakashan updated their address.

21/04/2021
Photos from Amol prakashan's post 15/04/2021

Photos from Amol prakashan's post

01/04/2021
28/03/2021

Happy Holi
#holi #holifestival #festival #celebration

Happy Holi
#holi #holifestival #festival #celebration

26/03/2021
20/01/2021
29/12/2020

Our New Book - Perspectives in Education (શિક્ષણમાં દૃષ્ટિકોણ)..
વેદકાલીન શિક્ષણથી શરૂ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ #NEP2020 સુધીના મુદ્દાઓને સમાવિષ્ટ કરતું તથા #IITE ના બી.એડ્.ના નવા અભ્યાસક્રમ આધારિત ઉપયોગી સન્દર્ભ પુસ્તક..
પુસ્તકનુ લેખન બદલ ડો. સંદીપ બોરીચાનો આભાર

Our New Book - Perspectives in Education (શિક્ષણમાં દૃષ્ટિકોણ)..
વેદકાલીન શિક્ષણથી શરૂ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ #NEP2020 સુધીના મુદ્દાઓને સમાવિષ્ટ કરતું તથા #IITE ના બી.એડ્.ના નવા અભ્યાસક્રમ આધારિત ઉપયોગી સન્દર્ભ પુસ્તક..
પુસ્તકનુ લેખન બદલ ડો. સંદીપ બોરીચાનો આભાર

17/12/2020

New book entitled 'અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો' on #curriculamdevelopmentprinciples as per the new curriculum of B.Ed. course of #IITE. A Very nice book by Dr Chandresh Rathod. Othe books to follow.

New book entitled 'અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો' on #curriculamdevelopmentprinciples as per the new curriculum of B.Ed. course of #IITE. A Very nice book by Dr Chandresh Rathod. Othe books to follow.

17/12/2020

New book entitled 'અધ્યેતાનું મનોવિજ્ઞાન' on #educationalpsychology as per the new curriculum of B.Ed. course of #IITE. A Very nice book by Dr Keval Andharia. Othe books to follow.

New book entitled 'અધ્યેતાનું મનોવિજ્ઞાન' on #educationalpsychology as per the new curriculum of B.Ed. course of #IITE. A Very nice book by Dr Keval Andharia. Othe books to follow.

22/12/2019

Photos from Amol prakashan's post

22/01/2019

Dr Hardik Yagnik with Pujya Shri Dwarkeshlalji Maharaj.

17/01/2019

[01/15/19]   Lets meet at Alembic GLF Baroda on 18-19-20 January. We will have a book launch program of "Yuthopanishad" by Dr Hardik Nikunj Yagnik on 19th at 4.00 to 4.30 pm.

[01/12/19]   There is an opportunity for a literature buff who can dish out great literary works of English for Gujarati readers in to their favourite language : Gujarati.

Please share your details on : [email protected]

22/11/2018
28/07/2018

અમોલ પ્રકાશન આજે 17 પુસ્તકો પ્રકાશિત કરી રહયું છે આ પ્રસંગે અમે સૉ વાચકમિત્રોનો અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર માનીએ છીએ. અમોલ પ્રકાશનના તમામ લેખકોના પણ અમે આભારી છીએ.

27/07/2018
24/07/2018

Videos (show all)

યુથોપનિષદ.
http://p-y.tm/PcfIwMTWc
Books launch in GLF

Products

Gujarati Literature, Novels, Short Stories Collection, Children's Literature, Motivational Books, Microfiction Stories, Self-Help, Educational Books, Competitive Books, Grammar, Child Development, General Knowledge, Autobiography, Biography, Rhymes, Suspense Thriller, Romance, Detective, Mystery, Social, Self Development, Religious, Maths, Inspirational, Translations, Moral Stories, Humor

Address


Ahmedabad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Other Ahmedabad schools & colleges (show all)
ACEAS Ahmedabad ACEAS Ahmedabad
001, Aradhya Apartments, Behind Hero Honda Show Room, Under Shreyas Crossing Flyover, Ambawadi, Mithila Society,
Ahmedabad, 380015

ACEAS was created by a collective initiative and efforts of group of technological, medical, pharmaceutical, and management professionals

GK Group Tuition GK Group Tuition
A/2, Dhanlaxmi Society, Opp. Dev Home Appt. Balolnagar Cross Road, Ranip
Ahmedabad, 382480

GK Group Tuition Classes for Std. 1 to 9 CBSE/GSEB Students in Ahmedabad

Aarisha Tradelink LLP Aarisha Tradelink LLP
102, 1st Floor Abhishree Adroit, Near Mansi Cross Roads
Ahmedabad, 380015

Bosh Battery Distributor

Tricone Education Academy Tricone Education Academy
406 Platinum Plaza, Opp. Rajhans Cinema, Nikol
Ahmedabad, 382350

ICSE specialist, Science-Maths-English Expert & Experienced Faculty for coaching to Grade 1st to 12th students from any Board, any stream.

E-maker Engineering Classes - Impact Education E-maker Engineering Classes - Impact Education
Jawahar Chowk Cross Road
Ahmedabad, 380008

Engineering classes Degree - Diploma. all subjects \ all branches & Final year projects ( Mech , Elect , E.c, Automobile, Civil)

CEPT Ahmedabad CEPT Ahmedabad
Ahmedabad

VentureXplore VentureXplore
VentureXplore, Icreate, 3rd Floor, GMDC Building, Near Helmet Circle
Ahmedabad, 380052

Play Discover Experience ENTREPRENEURSHIP!

Green School India Green School India
Ahmedabad, 380061

Green School is an evolving process of sustainable activities that are appropriate to the available resources,histories & levels of understanding.

Brighton  School Brighton School
55.56.alishan Co Op Soceity. Ilaben Patal Farm Narol Vishala Road Arvee Denim Landmark
Ahmedabad, 380028

Without donation Admission Open with Cam facility.

TGIS TGIS
Sarkari Vasahat Road, Vastrapur
Ahmedabad, 380052

Delivering an individual direct provision/consultancy with long lasting relationship through our hig

N-List at Inflibnet Centre N-List at Inflibnet Centre
Ahmedabad, 380009

National Library and Information Services Infrastructure for Scholarly Content (N-LIST)

Vision Career Solutions, Cyberzone & Computer Coaching Centre Vision Career Solutions, Cyberzone & Computer Coaching Centre
27,29 Tirupati Complex, Nr. Maniba School, Sardar Chowk Krishnanagar
Ahmedabad, 382346

Vision Computer Coaching Centre Vision Career Solutions Vision Cyberzone Our motto is to teach Computer, provide goverment and private job & PRINTING